હાલાર અપડેટ્સ : ૧૨ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં ક્યાં ? કેટલો પડ્યો વરસાદ ? જાણો

0
593

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે જામનગર જીલ્લામાં સાધારણ વરસાદ પડ્યો હતો જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાર પૈકીના ત્રણ તાલુકાઓમાં બે થી અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

જામનગર જીલ્લામાં આજ બપોર બાર વાગ્યા સુધીમાં કાલાવડમાં એક એમએમ, જામજોધપુરમાં પાંચ એમએમ, જોડીયામાં બે એમએમ અને લાલપુરમાં ૩૪ એમએમ વરસાદ પડ્યો હતો. જેમાં કાલાવડમાં ચાર એમએમ વરસાદ બપોરે બારથી છ વાગ્યા સુધીના ગાળામાં નોંધાયો છે. જયારે આખા દિવસની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં ૩૦ મીમી, જામનગરમાં ૧૮ મીમી, જોડીયામાં જામનગરમાં ૧૬ એમએમ અને ધ્રોલમાં વરસાદ જ નોંધાયો નથી, અને લાલપુરમાં ૫૧ એમએમ વરસાદ પડ્યો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે આગાહી મુજબ વરસાદ પડ્યો હતો. જેમાં બપોરે બાર થી છ વાગ્યા સુધીના છ કલાકના ગાળામાં ખંભાલીયામાં ૫૬ એમએમ, કલ્યાણપુરમાં ૫૯ એમએમ અને ભાન્વાદમાં ૫૨ એમએમ વરસાદ નોંધાયો છે. આજે સાંજના છ વાગ્યા સુધીના મોસમના કુલ વરસાદની વાત  કરીએ તો કલ્યાણપુરમાં ૧૧૬૭ એમએમ, ખંભાલીયામાં ૧૫૭૮ એમએમ, દ્વારકામાં ૮૦૮ એમએમ અને ભાણવડમાં ૧૨૦૨ એમએમ વરસાદ નોંધાયો છે. જયારે દ્વારકા સિવાયના અન્ય તાલુકાઓના ગામડાઓમાં એક થી ચાર ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here