જામનગર : જામનગર જીલ્લામાં કોમ્યુનીટી સંક્રમણ શરુ થઇ જતા દરરોજ ૪૦-૫૦ દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આજે જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓ પૈકી ચારના મોત થયા છે. જયારે નવા ૩૪ દર્દીઓ ઉમેરાયા છે.
જામનગર શહેર જીલ્લામાં કોરોનાનો કહેર વિસ્તરતો જ જાય છે. દિવસેને દિવસે ૪૦-૫૦ દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે. આજે કોવીડ હોસ્પિટલમાં શહેરના ૨૮ અને ગ્રામ્યના 6 દર્દીઓ ઉમેરાયા છે. જયારે સારવાર હેઠળ રહેલ દર્દીઓ પૈકી ચાર દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. શહેરના કોરોનાકાળની વાત કરવામાં આવે તો આજ દિવસે સુધીમાં ૭૦૧ દર્દીઓ નોંધાયા છે જેમાં ૧૦ દર્દીઓના મૃત્યુ નીપજ્યા હોવાનું તંત્ર ગાણું ગઈ રહ્યું છે. જયારે ગ્રામ્યની વાત કરીએ તો ગ્રામ્યમાં પણ આજે વધુ છ દર્દીઓ નોંધાયા હતા.