દ્વારકા: મહેસાણાના પરિવારના પાંચ સભ્યો દરિયામાં ન્હાવા પડ્યા પછી સર્જાઈ કરુણાંતિકા

0
428

દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે પંચકુઈ વિસ્તારમાં દરિયાકાંઠે નાહવા પડેલા મહેસાણાના પાંચ પરિવારના સભ્યો પૈકી ના ૧૫ વર્ષીય તરુણને દરિયો ગળી ગયો હતો. તરુણના  મૃત્યુના પગલે યાત્રાધામ દ્વારકા આવેલા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

યાત્રાધામ દ્વારકા ખાતે ગઈકાલે કરૂણ બનાવ બન્યો હતો. જેમાં મહેસાણા થી દ્વારકાધીશના દર્શને આવેલ એક પરિવારના સભ્યોએ પંચકુંઈ વિસ્તારમાં આવેલ દરિયાકાંઠે નવા પડ્યા હતા જેમાં દરિયાના પાણીમાં ઊંડે સુધી નાવા જતા દરિયાના કરંટ અને ધૂમમર વચ્ચે સપડાઈ ગયેલા મહેસાણા ખાતે રહેતા કાર્તિક લાલસિંહ સોલંકી નામના ૧૫ વર્ષીય તરુણ દરિયામાં ખેંચાઈ ગયા હતા.

જેને લઈને તરુણ દરિયાની આગોશ માં સમાઈ ગયા હતા. પલ વારમાં જ દરીયો તરુણને અંદર ખેચી ગયો હતો. તરુણ સાથે તેના કૌટુંબિક કાકા તથા ભાઈઓ સહિત પાંચ સભ્યો નાહવા પડ્યા હતા  દરિયાનો કરંટ માપવામાં થાપ ખાઈ ગયેલા તરુણ દરિયાની અંદર ચાલ્યા જતા દરિયો તેમને ગળી ગયો હતો.

આ બનાવની જાણ થતાં સ્થાનિક નગરપાલિકા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી દરિયામાં ઊંડે સુધી ચાલ્યા ગયેલા મૃતકને બહાર કાઢ્યો હતો. આ બનાવના પગલે મહેસાણાના દરબાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તરુણ દરિયામાં ખેચાઈ જતા તેના કાકા અને ભાઈઓ બહાર નીકળી મદદ માટે રાડા રાડી કરી હતી. જયારે તરુણના દેહને બહાર કાઢવામાં આવયો ત્યારે તેના પરીવારજનોએ આકારંદ કરતા પંચકુઈ કિનારે ગમગીની છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here