બખેડો: ડોક્ટરને ફડાકા જીકી કાનનો પડદો તોડી નખાયો, તબીબો રોષે ભરાયા, ફરિયાદ

0
290

જામનગરમાં જી.જી.હોસ્પિટલ ના નવા બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ ચેસ વોર્ડની લોબીમાં ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના સુમારે એક અજાણ્યા દર્દીના સગાએ ટીબી ચશ્મા એમડી ડૉક્ટર ની ફરજમાં રૂકાવટ કરી, હાથા પાઈ કરી કાનનો પડદો તોડી નાખ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

પોતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સબંધે તબીબે આરોપી સામે સીટી એ બી ડિવિઝન પોલીસ દફતરમાં આરોપી સામે ફરજમાં રૂકાવટ અને માર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં જીજી હોસ્પિટલ ના નવા બિલ્ડીંગના ત્રીજા માળે ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના સુમારે ચેસ્ટ વોર્ડની લોબીમાં ટી.બી.ના એમડી રણજીત ચંદ્રશેખર નાયર પર દર્દીના અજાણ્યા સગાએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો.

આરોપીઓ ઢીકાપાટુનો માર મારી તથા જમણા કાનને ભાગે ઝાપટો મારી ડાબા કાનનો પડદો તોડી નાખ્યો હતો. તબિયત પોતાની કાયદેસરની ફરજ પર હતા ત્યારે દર્દીના સગાને તેઓએ કહેલ કે તમે બેડ પરથી ઊભા થઈ જાવ, બીજા દર્દી આવે છે તેને ઓક્સીજનની જરૂરિયાત છે. જેને લઇને આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને તબીબને ધક્કો મારી ફરજ મા રૂકાવટ કરી માર માર્યો હતો.

આ બનાવ અંગે તબીબ રણજીત નાયરે સીટી બી ડિવિઝન પોલીસ દળમાં અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને મારામારી કરવા સહ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસ.એમ રાદડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here