દારૂ પીવાનો કેસ નહિ કરવા PSIએ લાખ રૂપિયા માંગ્યા, પછી આવા હાલ થયા

0
731

જામનગરની ભાગોળે આવેલ ઠેબા બાયપાસ નજીક ગઈકાલે જામનગર એસીબી પોલીસે ટ્રેપ ગોઠવી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ ને રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. દારૂ પીવાનો કેસ નહીં કરવા બે મિત્રો પાસેથી પીએસઆઇએ ૫૦-૫૦ હજારની લાંચની માગણી કર્યા બાદ મામલો એસીબીમાં પહોંચયો હતો અને એસીબીએ ટ્રેપ ગોઠવી પીએસઆઇને લાંચ લેતાં દબોચી લીધા હતા.

જામનગર નજીકના પંચકોશી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરજ બજાવતા એડહોક પીએસઆઇ જે કે રાઠોડ એ ગઈ કાલે બે મિત્રો ને આંતરી લીધા હતા. આ બંને મિત્રો સામે  દારૂ પીવા સબંધે કેસ નહીં કરવા માટે પીએસઆઇએ રૂપિયા ૫૦ – ૫૦ હજારની લાંચની માગણી કરી હતી. થોડી રાકજકના અંતે અંતે રૂ 50,000 માં પતાવટ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદી દ્વારા લાંચ અંગે એસીબીને જાણ કરવામાં આવી હતી. જેને લઇને જામનગર એસીબીના પીઆઇ પરમાર સહિતના સ્ટાફ સાથે સાંજે ટ્રેપ ગોઠવી ટ્રેપ ગોઠવી હતી જેમાં

જામનગરની ભાગોળે ઠેબા ચોકડી થી જામનગર તરફ આવતા રોડ પર પોલીસે આ પી.એસ.આઈને રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા આબાદ પકડી પાડયા હતા. સીધી ભરતીથી એએસઆઈ તરીકે નિમણૂક પામેલ પીએસઆઇ અને ૧૧ માસ માટે પીએસઆઇ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પીએસઆઇ લાંચ લેતા પકડાઈ ગયા હોવાની વાતને લઈને પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો હતો. એસીબીની ટીમે પીએસઆઇ જે કે રાઠોડની ધરપકડ કરી તેની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી કોર્ટમાં રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here