દેવભૂમિ દ્વારકા : બેંકનું કામ પૂરું કરી ખેડૂત ઘરે પહોચે તે પૂર્વે કાળમુખો યમદૂત બની આવ્યો

0
756

જામનગર અપડેટ્સ : જામનગર-દ્વારકા ધોરીમાર્ગ પરના હબરડી ગામના પાટિયા નજીક આજે કાળમુખા ટ્રકે ઠોકર મારતા એક ખેડૂતનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજાવ્યું છે. યુવાન ખેડૂત બેંકિંગ વ્યવહાર પૂર્ણ કરી ઘરે પરત ફરે તે પૂર્વે જ કાળનો કોળીયો બની જતા પરિવાર સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ખંભાલીયા થી ભાટિયા વચ્ચે આવેલ જુવાનપુર અને હાબરડી ગામના પાટીયા પાસે આજે પુર ઝડપે દોડતા જીજે ૧૨ ડબ્લ્યુ ૮૬૭૧ નંબરના ટ્રકે એક  મોટરસાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં બાઈક સવાર ખેડૂત બાઈક પરથી  ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકનું નામ ડાડુભાઈ ઉવ ૫૮ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે ચાલક ટ્રક છોડી નાશી ગયો હતો. મૃતક ખેડૂત બેંકના વ્યવહાર માટે સવારે ઘરેથી બાઈક લઇ નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here