વાયરલ વિડીઓ : યુવતીએ જીભ ચલાવી, યુવાને હાથ, યુવતીને ઝૂડી નંખાઈ

0
3331

જામનગર અપડેટ્સ : જામનગરમાં એક યુવતી અને યુવાન વચ્ચે થયેલ મારામારીનો વિડીયો જગ જાહેર થયો છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડીઓમાં વચ્ચે મારામારી થવા થઇ રહી છે. આ વિડીઓ જામનગરનો જ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. કોઈ બાબતે બંને વચ્ચે મનદુઃખ થતા મામલો મારામારી પર ઉતરી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
 

સોશ્યલ મીડિયામાં આજે એક વાયરલ વિડીઓએ ધૂમ મચાવી છે. જેમાં એક ઘરમાં પ્રથમ યુવતી અને યુવક વચ્ચે બોલાચાલી થાય છે. બે યુવક અને યુવતી ઉપરાંત વિડીઓ જેને શૂટ કર્યો છે તે ચાર વ્યક્તિઓ એક રૂમમાં હોય એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. એકાએક યુવાન ગુસ્સે ભરાય છે અને યુવતીને આંતરી ધોલધપાટ કરે છે. ફડાકા વાળી થતા જ એક યુવાન ઘર  બહાર નીકળી જાય છે ત્યારબાદ ગુસ્સે થયેલ યુવાન પણ બહાર નીકળે છે પણ પાછળ પાછળ યુવતી પણ મોટે મોટેથી બરાડા પાડતી બહાર આવે છે. હવે યુવાનનો પીતો જાય છે અને યુવતી સાથે હાથાપાઈ કરી પટકી દ્યે છે અને ઉપરા ઉપરી ફડાકાવાળી કરી છે. સામે પક્ષે યુવતીની જીવ પણ એટલી જ તલવાર જેવી ધાર પકડે છે. યુવતીની જીભ ચાલે છે અને યુવાનનો હાથ, અંતે યુવતી ઘરનું બારણું બંધ કરી દ્યે છે. આ વિડીઓ હાલ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here