મારા માસા છે વિજય રૂપાણી, હવે બોલ? મહિલા સાથે અભદ્રતા, નબીરાનો વિડીઓ વાયરલ

0
1273

જામનગર : મુખ્ય મંત્રીના હોમ ટાઉનમાં છેલબટાઉ નબીરાઓ કેવા ફાટીને ધુમાડે ગયા છે એનો વરવો અનુભવ ગઈ કાલે રાત્રે એક મહિલા અને તેના પરિવારને થયો, કાર લઈને નીકળેલા એક સખ્સે બોલાચાલી કરી, મહિલાને અભદ્રભાષામાં જે શબ્દો બોલ્યો છે એ સાંભળી નક્કી કરી શકાય કે રાત્રી દરમિયાન મહિલાઓ કેટલી સુરક્ષિત છે. મુખ્ય મંત્રીને માસા અને નાયબ પોલીસ કમિશ્નરને પપ્પાના મિત્ર અને પરિવારમાં મોટા વકીલ હોવાનો દાવો કરતો યુવાન કોણ છે તેની ખબર નથી પણ ઘટનાની જો સરકારે ગંભીરતા ન લીધી તો આવનારો સમય સરકાર માટે નકરાત્મક પુરવાર થશે.

રાજકોટમાં ગઈ કાલે એક કાર ચાલક નબીરાને એક મહિલા તથા તેના પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. કારમાં સવાર નબીરો પોતાનું નામ પાર્થ જસાણી બતાવે છે, સાથે સાથે વિજય રૂપાણી મારા માસા છે એમ કહી આગળ વધે છે. રાજકોટ કમિશ્નર મનોહરસિહ જાડેજા મારા પપ્પાના મિત્ર છે. એ થી આગળ વધી એ નબીરો પોતાને સજ્જન કહી કહે છે કે મારે કોઈની જરૂર નથી હું એકલો કાફી છું, આ ઘટનાં સમયે એક યુવાન જે તે નબીરાને ચાલ્યા જવાની વાત કરે છે ત્યાં જ પીતો ગુમાવી નબીરાએ બેફામ વાણી વિલાસ આચરી પોલીસ ફરિયાદની ધમકી આપી ફીટ કરી દેવાની વાત કરે છે. આગળ કહે છે મારા પપ્પા, કાકા,દાદા વકીલ છે એના વડવાઓ પણ વકીલ હતા બધાયને અહીથી ભાગી જવાની વાત કરી મોટે મોટેથી બરાડા પડતો નજરે પડે છે. વીડીઓમાં જે તે નબીરો મહિલા સામે જે અભદ્ર ભાષા વાપરે છે એ ભાષા ક્યારે ક્ષમ્ય ન ગણી સકાય એવી છે. છેલ્લે જે યુવાન તેને કારમાં બેસાડવા જાય છે તેને પણ ગાલ આપીને બાય બાય કહે છે. આ વિડીયો વાયરલ થતા જ છેક ગાંધીનગર સુધી રેલો પહોચ્યો છે. મુખ્ય મંત્રીના હોમ ટાઉનમાં નાબીરાનો આવી દાદાગીરી અને બફાટ કેટલી હદે વ્યાજબી ગણી સકાય, પોલીસ વિભાગ જાણે ખિસ્સામાં લઈને ફરતો હોય એવું ચિત્ર ઉપસી આવ્યુ છે. પાર્થ જસાણી જે હોય તે જો પોલીસ અને સરકાર કોઈ એક્શન નહી લ્યે તો આગામી સમયમાં સરકારની વધુ કીરકિરી થશે એ ચોક્કસ છે. હાલ આ વિડીયો રાજ્યભરમાં તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here