જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડામથક ખંભાલીયા ખાતે એક બાવાજી પરિણીતાએ સાસુ-પતી સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતીને સટ્ટો રમવાની આદત પડી ગયા બાદ કોઈ કામ ધંધો ન કરતા યુવાને બૈરી પર ખાર ઉતારી સતત દુખ ત્રાસ આપ્યો હતો. પરિણામે આ સખ્સ સામે પરિણીતાએ મહિલા પોલીસ દફતરમાં ફોજદારી નોંધાવી છે.
દારૂ, જુગાર માણસને બરબાદ કરી નાખે છે એ વાત સાચી છે ત્યારે આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતેથી સામે આવ્યો છે. પોરબંદરમાં બોખીરા ગામે રહેતા જનકગીરી પ્રેમગીરી મેઘનાથીને લગ્ન બાદ સટ્ટો રમવાની ટેવ પડી હતી. કોઈ કામ ધંધો કર્યા વગર જ યુવાને પડેલ ટેવ સંસાર જીવન માટે નકરાત્મક પુરવાર થઇ હતી. દિવસે ને દિવસે જનકગીરી પોતાનો ખાર પત્ની ભાવનાબેન પર ઉતારતા હતા. નાની નાની વાતમાં મેણાટોણા મારી, બીભત્સ વાણીવિલાસ આચરી તેણીને માર પણ મારતો હતો. આ બાબતે તેણીએ તેની સાસુને રાવ કરતા સાસુ લલીતાબેન પણ તેના પુત્ર પક્ષે સાથ આપતા હતા અને બંનેએ મેણા મારી દુખ ત્રાસ ગુજાર્યો હતો. જેને લઈને તેણીએ ખંભાલીયા ખાતે રહેતા માવતર પક્ષનો આશરો લઇ બંને સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ખંભાલીયા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સટ્ટો સમાજ માટે અસમ્જીક બદ્દી છે. સભ્ય સમાજના યુવાનોએ દારૂ-જુગારથી દુર રહી સમાજનું જતન કરવું જોઈએ.