આ જીલ્લામાં કન્ટેઈન્મેન્ટ ઝોનના કોન્ટ્રાકટનું એક દિવસનું અધધ બીલ ?

0
710

જામનગર : જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ શરુ થયું છે ત્યારથી સરકાર સામે કોઈને કોઈ બાબતે આક્ષેપ થતા રહ્યા છે. ધમણ વેન્ટીલેટર હોય કે માસ્ક, ઇન્જેક્શન હોય કે કન્ટેઈન્મેન્ટ જોનમાં વ્યવસ્થાના નામે કોન્ટ્રાકટ હોય, સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા જ આવ્યા છે. જામનગરમાં પણ કન્ટેઇન્મેન્ટ  જોનમાં પતરા નાખવાના નામે કરોડ રૂપિયાનું બીલ પાસ થયાના આક્ષેપ થયા છે,  ત્યારે કન્ટેઇન્મેન્ટ  જોનમાં પતરા નાખવાના એક દિવસના રૂપિયા છ હજાર ઉધારવામાં આવતા હોવાનો એક ઓડિયો ભાવનગરથી વાયરલ થયો છે.

કોરોના કાળમાં પણ કૌભાંડને લઈને સરકાર અગાઉથી જ વિરોધ પક્ષના વિરોધનો સામનો કરી રહી છે. ધમણ વેન્ટીલેટરના નામે અગાઉ સરકાર સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે હવે કન્ટેઈન્મેન્ટ જોનમાં અપાયેલ કોન્ટ્રાક્ટને લઈને વિવાદમાં સપડાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. હાલ ભાવનગરથી એક ઓડિયો વાયરલ થયો છે. ધર્મેશ નામનો કોઈ સખ્સ કોરોના સંદર્ભે હોસ્પિટલ અને વહીવટી તંત્ર સામે સવાલ કરી રહ્યો હોવાનું ઓડિયોમાં સંભળાય છે. જેમાં કોરોનાને નામે સરકાર પાસેથી રૂપિયા પડાવવા નાટક કરવામાં આવતું હોવાનો ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. ઓડિયો મુજબ કન્ટેઇન્મેન્ટ  જોનમાં પતરા નાખવાના નામે એક દિવસમાં રૂપિયા છ હજાર ઉધારવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પીટલમાં કોઈ જાતની દવા આપવવામાં આવતી નથી એમ પણ કોરોનાના દર્દી રહી ચૂકેલ ધર્મેશ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે જામનગર અપડેટ્સ આ ઓડિયોની પુષ્ટિ કરતુ નથી.

ગત સપ્તાહે જામનગરમાં પણ આવા જ કૌભાંડ સંદર્ભે એક મેસેજ વાયરલ થયો હતો કે જામનગરમાં કન્ટેઇન્મેન્ટ  જોનમાં અપાયેલ કોન્ટ્રાક્ટરનું એક કરોડનું બીલ પાસ થયું છે. જો કે એ મેસેજમાં બીલ અંગે સમયગાળો કે કોઈ સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાચું જે હોય તે, પણ આ બાબતની પણ પુષ્ટિ થવા પામી નથી. આ બાબતનો જવાબ તો કદાચ આરટીઆઈ દ્વારા જ મળી શકે. ત્યારે આગામી સમયમાં કન્ટેઇન્મેન્ટ જોનના કોન્ટ્રાક્ટનો મુદ્દો વિપક્ષી વીરોધનો મુદ્દો બને તો નવાઈ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here