ખ્યાતનામ ભજનિકે સ્ટુડિયો સંચાલકને મણ મણની ચોપડાવી ? ઓડિયો વાયરલ

0
1009

જામનગર : રાજકોટના ખ્યાતનામ ભજનિક- લોક ગાયક અને એક સ્ટુડિયો સંચાલકનો કથિત ઓડિયો વાયરલ થયો છે.આ ઓડિયોમાં ભજનિક પોતે બનાવેલ ગીતનો કોલર ટ્યુન તરીકે ઉપયોગ કરતા મામલો બીચકયો હોય એમ વાતચીત પરથી લાગે છે.ઓડિયો ખરો હોય તો પોતાના ગીતના મિસયુઝને લઈને કલાકાર વાણીવિલાસ પર ઉતરી આવ્યા હોવાનું ઓડિયોની વાતચીત પરથી ફલિત થઈ રહ્યું છે.

હાલ સૌરાષ્ટ્રભરમાં વાયરલ થયેલ ભજનિક અને સ્ટુડિયો સંચાલકનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે આ ઓડિયોની જામનગર અપડેટ્સ પુષ્ટિ કરતું નથી. વાયરલ ઓડિયોના દાવા મુજબ, રાજ્યભરમાં પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણ અને રાજકોટના જ શિવ સ્ટુડિયોના સંચાલક રસિક ખખરનો ઓડિયો છે. દાવા મુજબ, હેમંત ચૌહાણ પોતાના ગીત વંદન વંદન આશાપુરા માત….ગીતને સ્ટુડિયો સંચાલકે કોલર ટ્યુન બનાવી ઉપયોગ કરતા હતા તેથી આ બાબતે ફોન કરી ભજનિકે ઠપકો આપી અભદ્ર ભાષામાં વાત કરી હતી. આ ઓડિયો મુજબ, તારા સ્ટુડિયોને ઘેરી લઇશ અને તને જેલમાં ન મોકલું તો બેબાપનો… એમ કહેતા ભજનિક બેફામ ગાળો બોલતા સંભળાઈ રહ્યા છે.

જો ઓડિયો સાચો હોય તો આજ દિવસ સુધી જે ભજનીકને મોઢે ભગવાનના નામ જ સાંભળતા આપણે સાંભળ્યા છે તે ભજનિક સ્ટુડિયો સંચાલકને મણ-મણની ચોપડાવતા સાંભળવા મળી રહ્યા છે. બીજી તરફ વાતચીતને લઈને એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે કથિત સ્ટુડિયો સંચાલક ગાયક કલાકારને ઉશ્કેરી રહ્યા હોય એમ લાગે છે.
કથિત વાયરલ ઓડિયોમાં બેફામ વાણી વિલાસ અને જાતિ અપમાનિત થાય એવા શબ્દ પ્રયોગ હોવાથી ઓડિયો અહીં મૂકી શકાય એમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here