વિરહ : પત્નીના મોતના બે માસ બાદ પતિએ પણ પકડી અનંતની વાટ

0
574

જામનગર : શહેરના કિશાન ચોક વિસ્તારમાં આવેલ ઉનની કંદોરી ખાતે રહેતા રહેતા એક વૃદ્ધએ પત્નીના મોત બાદ વિરહ સહન નહી થતા ને પત્ની સુધી પહોચવાનો  માર્ગ અપનાવી આપઘાત કરી લીધો છે.

જીવનના અતિમ પડાવ સુધી સાથ આપનાર પ્રિય પાત્ર એકાએક અનંતની વાટ પકડી લ્યે ત્યારે ખંડિત થયેલ પાત્રની હાલત એકદમ કફોડી થઇ જાય છે. અમુક કિસ્સાઓમાં એ પાત્ર ભગવાન ઈચ્છા બળવાન માની આગળ વધે છે તો અમુક કિસ્સાઓમાં એ પાત્રની અનંતની વાટ પકડવા ન ધારેલું પગલું ભરી લ્યે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જામનગરથી, શહેરમાં કિશાન ચોક વિસ્તારમાં ઉનની કન્દોરી પાસે ઓસમાણ પીરની દરગાહ પાસે રહેતા ભીખાભાઇ જેસાભાઇ પારીયા ઉવ ૬૦ નામના વૃદ્ધના પત્નીનું બે માસ પૂર્વે જ અવસાન થયું છે.

પત્નીના અવસાન બાદ ભીખાભાઈ સતત માનસીક તણાવમા રહેવા લાગ્યા હતા. આ તનાવ ઉપરાંત એકલાપણુ અનુભવી રહ્યા હતા. પત્નીના વિરહનો વિરહ સહન નહી થતા આખરે ગઈ કાલે તેઓએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હતી. આ બનાવ અંગે તેઓના પુત્ર રમેશભાઇ ભીખાભાઇ પારીયાએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોચી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here