મીઠાપુર : રીસામણે બેસેલ પત્નીને રાત્રે મળવા ગયેલ યુવાનની ઘાતકી હત્યા

0
2645

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. મીઠાપુર ખાતે રીસામણે બેસેલ પત્નીને મળવા ગયેલ પતિની મોડી રાત્રે પથ્થરના ઘા ફટકારી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી છે. આ હત્યા સાસરિયા સભ્યોએ નીપજાવી હોવાની આશંકાઓ દર્શાવાઈ રહી છે.

ઓખા મંડળના મીઠાપુરમાં ઘટેલી ઘટનાની વિગત મુજબ, અહીના ઉદ્યોગ શક્તિ નગર વિસ્તારમાં ખેંગારભા વાઘેર ઉવ ૩૫ નામના યુવાનની ગત રાત્રે ભર બજારે ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. પ્રથમ મરચાની ચટણી આંખ પર છાટી કોઈ સખ્સોએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી ઢીમ ઢાળી દિધુ હતું. જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનની પત્ની એક માસ પૂર્વે જ રીસામણે બેઠી હતી, ઘટના સ્થળ નજીક જ સાસરિય સભ્યોનું ઘર છે. મૃતક ખેંગારભા રાત્રીના સમયે પોતાની પત્નીને મળવા ગયા હતા જો કે પત્ની યુવાનને મળી ન હતી. ત્યારબાદ યુવાન પર હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી છે. હાલ તો સાસરિયા સભ્યો ગુમ થઇ જતા પોલીસે પણ શંકા વ્યક્ત કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ફરિયાદ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here