સુરત મહાપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર અને બે સફાઈકર્મીઓ લાંચ લેતા પકડાયા, કેમ માંગી લાંચ ? જાણો

0
373

જામનગર અપડેટ્સ : સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નમ્બર સાતમા સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારી, અને અન્ય બે સફાઈકર્મચારીઓએ મહિલા કર્મચારીનો વિસ્તાર બદલી આપવા રૂપિયા દસ હજારની લાંચ માંગતા એસીબીએ ત્રણેયને આજે પકડી પાડ્યા છે.


સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ તેઓના ઓળખીતા એવા એક જાગૃત નાગરિકને એવી રજુઆત કરી હતી કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતમા સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતો ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી નામનો કર્મચારી સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચ થી દસ હજાર સફાઇ કામદારો પાસે લે છે. અને તેઓનો સફાઇનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરાવવા માટે પણ તેણીની પાસે દસ હજાર લાંચની માંગણી કરેલ છે અને જો તેઓ લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરશે. એવી ધમકી પણ આપે છે. જો કે આ બાબતે જાગૃત નાગરિકે સેનેટરી ઇન્સ્પેકટરને રૂબરૂ મળ્યા ત્યારે તેઓએ મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા અંગે રૂપિયા ૧૦,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જો કે જાગૃત નાગરિક અને મહિલા સફાઇ કામદાર લાંચ આપવા માંગતા ના હોય તેઓએ તાપી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. તાપી એસીબીએ આજે વોર્ડ નં.- ૭ બી, ગોતાલાવાડી, પટેલનગર- ૨, સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે ફરીયાદી જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી અને સેનેટરી ઇન્સ્પેકટર ઉપરાંત લાલજીભાઇ છનાભાઇ જોગડીયા અને દિપકભાઇ અરજણભાઇ મકવાણા, બંને સફાઇ કામદાર,વર્ગ-૪, નોકરી- વોર્ડ નં-૭ બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરત વાળાઓરૂપિયા દસ હજારની લાંચ સ્વીકારતા
પકડાઇ ગયા હતા. તાપી એસીબીની ટીમે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here