દેવભૂમિ દ્વારકા : પીઆઈ જેએમ ચાવડાની કેમ થઇ એલસીબીમાં પસંદગી ? આ પાંચ કારણો

0
850

જામનગર : તાજેતરમાં રાજ્યના ૩૨ પીઆઈની બદલીના ઓર્ડર રાજ્ય પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં  આવ્યા જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એલસીબી તરીકે લાંબા સમયથી રહેલ પીઆઈ મનીષ ચન્દ્રવાડીયાનો સમાવેશ થાય છે. પીઆઈ ચંદ્રાવાડિયાની બદલી થતા તેની જગ્યાએ એસપીએ અનુભવી પીઆઈ જેએમ ચાવડાની પર પસંદગી ઉતારી છે. પીઆઈ ચન્દ્રવડીયાની બદલી અને પીઆઈ ચાવડાની પસદગીને લઈને જુદા જુદા બુદ્ધિજીવીઓએ મત દર્સાવી તેના કારણો રજુ કર્યા હતા.

દ્વારકા એલસીબી પીઆઈ ચંદ્રાવડીયાની બદલી થતા તેની જગ્યાએ સલાયા મરીન પોલીસ દફતરના પીઆઈ જે એમ ચાવડાને એલસીબીમાં મુકાયા છે. પીઆઈ ચંદ્રાવડીયા લાંબા સમયથી એલસીબીમાં ફરજ બજાવી છે. તમામ જ્ઞાતિને સાથે રાખી, હકારાત્મક વિચારસરણી વાળી માનસિકતાના કારણે ચંદ્રાવડીયા અને એસપી રોહન આનંદ વચ્ચે છેક સુધી સુમેળ રહ્યો જેને લઈને લાંબા સમય સુધી તેઓ મહત્વની બ્રાંચ સાથે જોડાયેલ રહ્યા હતા. બીજી તરફ અમુક વિદ્વાનોના મતે ચંદ્રાવડીયાની બદલી પાછળ તાજેતરમાં દ્વારકાનું જુગાર પ્રકરણ ઉપરાંત રેંજ પોલીસનો બોકસાઈટ સબંધિત દરોડો કારણભુત ગણે છે. કારણ જે હોય તે પરંતુ હાલ નવા પીઆઈ જે એમ ચાવડાએ આ ખુરશી સંભાળી લીધી છે.   સલાયા મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીઆઈ જે એમ ચાવડાની પસંદગી પાછળના કારણો અંગે દેવભૂમિ દ્વારકાના બુદ્ધિજીવીઓ, પોલીસ વિભાગના જ કર્મચારીઓ અને જાણકારોનો મત પૂછતા તેમાં પાંચ કારણો સામે આવ્યા છે, જેમાં પીઆઈ ચાવડાની સ્વચ્છ છબી, એસપી સાથે સારું ટ્યુનીંગ અને દફતરી કાગળો બનાવવા પરના પ્રભુત્વને માનવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં એલસીબીનો અનુભવ પણ તેમની પસંદગી માટે વધુ હકારાત્મક કારણ રહ્યું છે. આ ઉપરાંત એસપી રોહન આનંદના ટ્રેઈનીંગ સેશન તરીકેના એએસપીના સમયકાળમાં ચાવડાની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ એસપીને આકર્ષી ગયું હોવાનું અને તાજેતરમાં લોક ડાઉન પીરીયડમાં પીઆઈ ચાવડાની સારી કામગીરી પણ તેઓને એલસીબી સુધી લઇ ગઈ હોવાનો જાણકારોએ મત દર્શાવ્યો છે. પીઆઈ ચાવડાએ જામનગરમાં જુદા જુદા અને સ્વતંત્ર પોલીસ દફતરમાં સારી કામગીરી કરી નામના ઉભી કરી હતી. આ તમામ પાસાઓ હકારાત્મ રહ્યા હતા. અન્ય જાણકારોએ એવો મત પણ દર્શાવ્યો છે કે પોલીસ ફોર્સમાં જ્ઞાતિના સમીકરણો મુજબની પસંદગીને ટાળવા માટે પણ એસપીએ ચાવડા પર પસંદાગી ઉતારી છે. સાચું અને વાસ્તવિક કારણ જે હોય તે પણ પીઆઈ ચાવડાની બિન વિવાદાસ્પદ છબીએ પણ તેઓને એલસીબી સુધી લઇ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here