જામનગર : ભાજપના જ નગરસેવિકા ભાજપના સાશકો સામે કેમ પડ્યા ?

0
1197

જામનગર: જામનગર મહાનરપાલિકામાં વિરોધ પક્ષના તો કામ નથી થતા પણ શાસક પક્ષ એટલે કે ભાજપના નગરસેવકોના પણ કામ થતા નથી એવી ફરીયાદ વારે વારે ઉઠતી રહી છે. જે આજે વધુ એક વખત સાચી ઠરી છે. આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટીની બેઠક શરુ થયા બાદ ભાજપના જ કોર્પોરેટર રચના નંદાણીયા સ્ટેન્ડીગ હોલના દરવાજાના આગળના ભાગે ખુરસી નાખી બેસી ગયા હતા.

અનેક વખત રજૂઆત છતાં પોતાના વોર્ડના કામ કરવામાં ભાજપના સતાધારી જૂથ એક બીજા પર ખો દેતા હોવાનો પણ ભાજપાના નગરસેવિકાએ આક્ષેપ કર્યો છે. ભાજપના નગરસેવિકાએ કોંગ્રેસના કામ થતા હોવાનો આક્ષેપ કરી ભાજપના નગરસેવકના વ્યાજબી કામ કરવામાં કેમ રસ લેવાતો નથી તેવા વેધક સવાલો પણ કર્યા હતા. નગરસેવિકા દરવાજા બહાર બેસી જતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી. જો કે અધિકારીઓ અને અન્ય ભાજપના સીનીયર નેતાઓએ તેમજ મહિલા પોલીસે મહિલા નગરસેવિકાને સંભાળી લેતા અંતે મામલો થાળે પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here