પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સામે કેમ નોંધાઈ ફરિયાદ ? જાણો સમગ્ર કિસ્સો

0
738

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ દફતરના પીઆઈ અને પીએસઆઈ સામે એસીબીમાં ફરિયાદ કરવા એક યુવાનને દબાણ કરી, ડરાવી ધમકાવી બળજબરી કરાવનાર પીએસઆઈ જેબલિયા અને બે કોન્સ્ટેબલ સહિતના ચાર શખ્સો સામે આજે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા અંકિત શાહ નામના યુવાને આ સમગ્ર ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી પીએસઆઈ એમ.બી.જેબલિયા તથા પોલીસકર્મીઓ પ્રશાંત રાઠોડ અને પ્રતાપ કરપડા આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ગાંધીગ્રામ પોલીસ દફતરના પીઆઈ વાળા સાથે અંગત વાંધો પડ્યો હતો. જેને લઈને ત્રણેયની બદલી પણ થવા પામી હતી. આ બાબતમાં મનદુઃખને લઈને પીએસઆઈ જેબલિયા અને પોલીસકર્મીઓએ ગુનાહિત કાવતરું રચી અંકિતનો સંપર્ક કર્યો હતો. અંકિતને ધમકાવી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી. અગાઉના દારૂના કેસમાં નામ ખોલાવવાનું કહ્યું ત્રણેય આરોપીઓએ અંકિતના ઘરે જઈ દબાણ કરી, આરોપી પ્રશાંત રાઠોડ અને પ્રતાપભાઈએ તેનું બળજબરીથી અપહરણ કરી આરોપી પીએસઆઈ જેબલિયા તથા આરોપી વિશાલ પાસે લાવી ગાંધીગ્રામ પોલીસ દફતરના પીએસઆઈ પટેલ અને પીઆઈ વાળા વિરુધ એસીબીમાં પૈસાની માંગણી અંગેની ખોટી ફરિયાદ કરવા દબાણ કરી ધમકાવ્યા હતા. જેને લઈને ચારેય આરોપીઓ સામે અંકિતે આજે ગાંધીગ્રામ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here