લાલપુર : પૂરમાં તણાયેલ દંપતીના ઘરે સપ્તાહ પૂર્વે સંપન્ન થયો છે આ શુભ પ્રસંગ

0
756

જામનગર : જામનગર જીલ્લ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે આજે બપોરે બેઠા પુલ પરથી પસાર થતું બળદગાડું પુલ પર આવેલ પુરના કારણે તણાયું હતું. જેમાં ગાડામાં સવાર દંપતી પૈકી મહિલા લાપતા બની છે. જેને લઈને જામનગર મહાનગર પાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. જોકે ત્રણ કલાક બાદ પણ મહિલાનો પતો લાગ્યો ન હતો. આ બનાવના પગલે પરિવારમાં ચિંતાનું મોજું પ્રશરી ગયું છે.

લાલપુર તાલુકાના પીપરટોળા ગામે આજે સાંજે પાંચેક વાગ્યે ઘટેલી આ ઘટના અંગેની વિગત અંગે વિગત મુજબ, વાડીએથી ગાડું લઇ પરત આવતા મોહનભાઈ કરમસીભાઈ ધારવીયા અને તેના પત્ની હીરાબેન ઉવ ૪૫ વર્ષ જયારે બેઠો પુલ પસાર કરી રહ્યા હતા ત્યારે પાણીના પ્રવાહે ગાડાને ખેચી લીધું હતું. જેમાં હીરાબેન પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને પાણીમાં ગરદ થઇ ગયા હતા જયારે મોહનભાઈનો બચાવ થયો હતો. અને તેમનાં પત્ની પાણીમાં તણાઈ જતા લાપતા બન્યા હતા. આ બનાવની જાણ થતા પીપરટોડાના ગ્રામજનો દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. જો કે પાણી ઊંડું હોવાથી આ બનાવ અંગે જામનગર ફાયરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેને લઈને જામનગર મહાનગર પાલિકાના ફાયરની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું  હતું. પરંતુ આ ઘટનાના ત્રણ કલાક બાદ પણ મહિલાનો પતો લાગ્યો ન હતો. બીજી તરફ જાણવા મળતી વિગત મુજબ લાપતા બનેલ મહિલાના પુત્રની સગાઇ એક સપ્તાહ પૂર્વે જ કરવામાં આવી છે. આ શુભ પ્રસંગને રંગે ચંગે ઉજવ્યા બાદ સતવારા પરિવારમાં ખુશીનું મોજું હતું ત્યાં આજની ઘટનાએ ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here