શીત શૃંગાર : દ્વારકાધીશને પણ ઠંડી લાગી, ગરમ વસ્ત્રો અને સગડીનું તાપણું અર્પણ

0
456

જામનગર : ચાર ધામ પૈકીના એક એવા દ્વારકા ધામમાં બિરાજતા ભગવાન દ્વારકાધીસને પણ ઋતુ પ્રમાણે શૃંગાર કરવામાં આવે છે. હાલ શિયાળો જામ્યો છે ત્યારે પ્રભુ દ્વારકાધીશને ઠંડી સામે રક્ષણ આપતા વસ્ત્રો પરિધાન કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તાપણા માટે એક દ્વવ્યની સગડી પણ અર્પણ કરવામાં આવી છે.

જનજીવન સાથે ભગવાનની દિનચર્યા પર પણ શિયાળાની અસર જોવા મળી રહી છે. વાત દેવભૂમિ દ્વારકાની કરવામાં આવે તો અહી બિરાજતા દેવાધિદેવ ભગવાન દ્વારકાધીશની દિનચર્યામાં ફેરફાર થયો છે. સાથે સાથે પ્રભુને ઠંડીથી રક્ષણ માટે ગરમ વસ્ત્રોનો શ્રુગાર ચઢાવવામાં આવી રહ્યો છે. ગરમ વસ્ત્રોમાં શાલ, બંડી, ગરમ જાકીટ, કોટ અને મફલર સહિતના શૃંગાર અપર્ણ કરવામાં આવે છે. સાથે સાથે ધાતુના પાત્રમાં તાપણું પણ અર્પણ કરવામાં આવ્યું છે. શિયાળામાં ભગવાન દ્વારકાધીશને અભિષેક કરાયા પછી સેજામાં સુંઠ, ઘી, ગોળ, મરી, તજમ કેશરવાળું દૂધ, કાળી અને ધોળી મુસળી, બદામ-પીસ્તા અને કાજુ પણ અર્પણ કરવામાં આવે છે એમ પુજારી પ્રણવભાઈએ જણાવ્યું છે. વધુમાં ઉમેર્યું હતું કે સોનાના દાગીનાથી પ્રભુને અલંકૃત કરવામાં આવે છે. તેમજ ઋતુ પ્રમાણે રાજભોગ ચડાવાય છે. જેમાં અડદિયા અને રીંગણનો ઓરો પીરસવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here