ભ્રષ્ટ પોલીસતંત્ર : વધુ એક કોન્સ્ટેબલ એસીબીની ઝપટે ચડી ગયો, કેમ માંગી લાંચ ?

0
1051

જામનગર અપડેટ્સ : તાપી જીલ્લાના વ્યારા ખાતે ફરજ બજાવતા એક પોલીસકર્મીએ રૂપિયા દસ હજારની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં સપડાઈ ગયા છે. એક જીપને આંતરી લઇ પોતાના રહેણાંક સ્થળે લઇ જઈ માલિક પાસેથી રૂપિયા ૪૦ હજાર લાંચ લઇ, બાકી રહેતી દસ હજારની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ પકડી પાડ્યા છે.

રાજ્યમાં એસીબી દ્વારકા કરવામાં આવતી કાર્યવાહી પૈકી પાંચમાંથી ત્રણ કેસ પોલીસ તંત્રના કર્મચારીઓમાંથી સામે આવતા રહયા છે. ત્યારે તાપી જીલ્લાના વ્યારા પોલીસ દફતરના વધુ એક પોલીસકર્મી લાંચ લેતા પકડાયા છે. જેમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યશવંત સોનુભાઇ પવારએ ગઈ કાલે વાલોડ થી પોતાના ધર તરફ જઇ રહેલ એક જીપ ચાલકને વ્યારા ખાતે અટકાવવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસકર્મીએ પીકઅપ કાર પોતાના ધરે મુકાવી દિધેલ અને ચાલકને  સાગી લાકડાની હેરફેરના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી, ગાડી છોડાવવા માટે રૂપિયા ૧,૫૦,૦૦૦ની માંગણી કરી હતી. જો કે વાટાધાટોના અંતે રૂપિયા ૫૦,૦૦૦માં સોદો ફાઈનલ થયો હતો. ગઈ કાલે જ પોલીસકર્મીએ રૂપિયા ૪૦ હજાર લઇ બીજા દસ હજાર આજે આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. જેને લઈને ફરિયાદીએ નવસારી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. દરમિયાન નવસારી એસીબીએ આજે છટકું ગોઠવ્યું  હતું. એસીબીએ તાપી જીલ્લા સેવા સદન થી મુસા ગામ તરફ જતા જાહેર રોડ ઉપર છટકું ગોઠવી પોલીસ કર્મચારીને રૂપિયા દસ હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો. એસીબીએ તાત્કાલિક પોલીસકર્મીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી બી.જે.સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here