બોકાસો : જામનગરમાં ઠંડીથી ઠુંઠવાઈ જતા પ્રૌઢનું મોત, જનજીવન અસ્તવ્યસ્ત

0
419

જામનગર : ઉતરપૂર્વી રાજ્યોમાં હિમવર્ષા અવિરત રહેતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર  શરુ થયો છે. ગઈ કાલે જામનગરમાં આ સીજનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. આ રાત્રે ઠુંઠવાઈ ગયેલ એક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું છે જે સીજનનું પ્રથમ મોત છે.

ઉતરભારતના સીમાવર્તી રાજ્યોમાં થઇ રહેલા હિમ વર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. ગુરુવારથી જામનગર જીલ્લામાં કાતિલ ઠંડા પવનો ફરી વળતા જનજીવન પ્રભાવક બન્યું હતું. શુક્રવારથી પવનની ગતી મંદ પડી છે પરંતુ ઠંડી નું  જોર વધતા બોકાસો બોલી ગયો છે ત્યારે ઠંડીમાં સપડાયેલા નાગરિકનું ચાલુ સીઝનનું પ્રથમ મોત સામે આવ્યું છે. બે દીવસથી તો ઠંડીએ જોરદાર આક્રમણ કરતા સાંજ પડતા જ રસ્તાઓ અને બજારો સુમસામ થઇ જાય છે અને સવારે અગ્યાર વાગ્યા સુધી જનજીવનને પર્ભાવિત રહેવું પડે છે. આજે જામનગરમાં મોષ્મનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આજે રાત્રે ન્યુનતમ ૧૩ ડીગ્રીએ પારો ચાલ્યો જતા કાતિલ ઠંડી પડી હતી. જેમાં ઠુંઠવાયેલ ભિક્ષુક જેવા લગતા આસરે ૫૫ વર્ષીય ઉમર ધરાવતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના જમણા હાથની  કોણી પર ગુજરાતીમા મયુરસંગ ત્રોફાવેલ છે. આ પ્રૌઢની ઓળખ સામે આવી નથી. જેથી પોલીસે ઓળખ આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here