સીસીટીવી : ચાર યુવાનો રાત્રે નિરાંતે બેઠા હતા અને એકાએક ધસી આવ્યું ઢોર..પછી થયું આવું…

0
1280

જામનગર અપડેટ્સ : આમ તો જામનગર શહેર જ ઢોર નગર છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કારણ કે રખડતા ઢોરની સમસ્યાને નાથવા મહાનગરપાલિકા નિષફળ ગયું છે.

વાત છે હાપા વિસ્તારની જ્યાં..ગઈ કાલે મોડી રાત્રે અમુક યુવાનો જમીને ઠંડા વાતાવરણની મોજ માણવા ઘર બહાર ખુરશીઓ લગાવી બેઠા હતા. ત્યાં એક બાજુથી પુરપાટ આવી ચડેલ એક ઢોર તમામની ઉપરથી છલાંગ લગાવી કૂદકો લગાવ્યો હતો. અચાનક ઢોરના આક્રમણથી ત્યાં રહેલ એક વ્યક્તિ પાડી દીધા હતા. બે ઢોર વચ્ચેની ફાઈટમાં આ ઘટના ઘટી હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સામે આવ્યું છે. અન્ય ઢોર થી બચવા માટે એક ઢોર બેઠેલ યુવાનોને કૂદી પોતાનો બચાવ કર્યો હોય એમ વિડિઓ નિહાળતા લાગી રહ્યું છે.
આ ઘટના સમયે યુવાનોની બાજુમાં એક્ટિવા પર બેઠેલા એક યુવાનને આ ઢોરની ઢીંક લાગતા ઢોર અને યુવાન બંને પટકાયા હતા. જોકે કોઈને ગંભીર ઇજાઓ પહોંચી નથી. પરંતુ ભૂતકાળમાં આવા ઘણા બનાવો બની ગયા છે જેમાં રખડતા ઢોરની ઢીંકે ચડેલ અડધા ડઝન નાગરિકોના જીવ ગયા છે. છતાં પણ મહાપાલિકા તંત્ર આ ધોરણે પાંજરે પૂર્વ આગળ આવતું નથી તે વાસ્તવિક્તા છે.

જુઓ વિડિઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here