સેક્સ, સાથ ઓર ધોખા : બે મહિલાનો ભરોશો વૃદ્ધને ભારે પડ્યો, હત્યા પ્રકરણમાં થયા સ્ફોટક ખુલાસા

0
1317

જામનગર અપડેટ્સ : બે દિવસ પૂર્વે રાજકોટના જસદણ તાલુકાના દેવપરા ગામે સીમ વિસ્તારમાં થયેલ વૃદ્ધના હત્યા પ્રકરણનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. મૂળ કચ્છની એક યુવતીએ અન્ય યુવતી સાથે મળી વૃદ્ધને સેક્સની જાળમાં ફસાવી, અન્ય સાગરીતોની મદદથી વહેલી સવારે વૃધ્ધની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. લુંટના ઈરાદે જ હત્યા કરવામાં આવી હોવાનો  ખુલાસો થયો છે. પોલીસે બે મહિલા સહીત સાત સખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામે ગત તા. ૧ના રોજ સીમ વિસ્તારમા એકલા રહેતા માવજીભાઈ વાસાણી નામના સીતેર વર્ષીય વૃદ્ધની હત્યા નીપજાવવામાં આવી હતી. દાજેલા લોકોને મફતમાં મલમ લગાવી દેવાનું સેવા કાર્ય કરતા વૃદ્ધને અજાણ્યા સખ્સોએ હાથપગ બાંધી, મોઢે ડૂમો દઈ, ખાટલા સાથે બાંધી હત્યા નીપજાવી હતી. આ ઘટનાને પગલે તાલુકા એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન હત્યા અને લુંટ પ્રકરણમાં સ્ત્રી પાત્રની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું . જેના આધારે આ દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મૂળ કચ્છના અંજારની રાજલ ઉર્ફે રાજી ડોડીયા અવારનવાર દવા લેવા આવતી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે આ મહિલા સુધી પહોચવા કવાયત હાથ ધરી હતી અને મહિલાને કચ્છથી દબોચી લીધી હતી. પ્રાથમિક પૂછપરછ કરતા આ બનાવ પરથી પરદો ઊંચકાયો હતો. એકલા રહેતા વૃદ્ધને શરીર સુખની લાલચ આપવામાં આવી હોવાની મહિલાએ કબુલાત કરી હતી. આ પ્રકરણમાં તેની બહેનપણી પૂજા ઉર્ફે પુજ્લી રઘુ સોલંકી પણ સંડોવાઈ હોવાનું આ ઉપરાંત રાજીનો પતિ અને તેના રાજસ્થાની ચાર સખ્સોએ સાથે મળી હત્યાને અંજામ આપી સાત લાખના મુદ્દામાલની લુંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતું. બંને મહિલાઓ પ્રથમ એકલી વૃદ્ધના નિવાસસ્થાને પહોચી હતી. જ્યાં વૃદ્ધને સેક્સની માયાજાળમાં ફસાવ્યા હતા. અને વૃદ્ધ સુઈ ગયા બાદ અંગાઉથી જ પ્લાન કરેલ અન્ય આરોપીઓ પહોચ્યા હતા અને નિંદ્રાધીન વૃદ્ધની હત્યા નીપજાવી લુંટ ચલાવી તમામ નાશી ગયા હતા. પોલીસે રાજી અને તેના પતિ તથા પૂજા અને ચાર રાજસ્થાની સખ્સોની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here