ધારાસભા હારી ચુકેલા ભાજપના નેતાએ આપઘાત કર્યો, કોણ છે નેતા ?

0
1319

જામનગર અપડેટ્સ : વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભામાં ભાજપા બહુમતી સાથે સતા પર આવ્યો, આ વિધાનસભાની ચૂંટણી લડી ચુકેલા ભાજપાના નેતાએ ગઈ કાલે આપઘાત કરી લીધો છે. ગાંધીનગર નજીક એક હોટેલમાં ઝેરી દવા પી આ નેતાએ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

ગત વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચોટીલાના ઝીણાભાઈ ડેડવારીયાએ ગઈ કાલે ગાંધીનગર નજીક છાલા પાસે આવેલ હોટેલમાં રોકાયા હતા. જ્યાં રાત્રે જમતા પૂર્વે તેઓએ ઝેરી દવા પી જીવાદોરી ટુકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન ગાંધીનગર હોસ્પિટલ ખસેડાયેલ આ નેતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ગઈ કાલે આ નેતા કામ સબબ ગાંધીનગર ગયા હતા. જ્યાં રાત્રે તેઓ છાલા નજીકની હોટેલમાં રોકાયા હતા. જ્યાં તેઓએ આ પગલું ભરી લીધું હતું. જો કે કેવા સંજોગોમાં આ ઘટના ઘટી છે તેનો તાગ મળ્યો નથી. પરંતુ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here