‘દેવદાસ’ દિલીપકુમાર દેવલોક થયા, બોલીવુડમાં શોક

0
506

જામનગર અપડેટ્સ : બોલીવુડને ઊંચા સ્થાને લઇ જવામાં મહત્વનું યોગદાન આપનારા દિલીપકુમારનું આજે સવારે અવસાન થયું છે. બોલીવુડમાં અલગ અંદાજ સાથે એક્ટીગના કામણ પાથરી મહા અભિનેતા બની ગયેલ દિલીપ કુમારનો જન્મ ૧૧ ડીસેમ્બર ૧૯૨૨માં પાકિસ્તાનમાં થયો હતો.

૧૯૪૭માં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ ભારતમાં સ્થાઈ થયેલ દિલીપ કુમારનું જન્મનું નામ મહમદ યુસુફ ખાન હતું. બોલીવુડમાં પ્રવેશ વખતે તેઓ પોતાનું નામ દિલીપ કુમાર રાખી પદાર્પણ કર્યું  હતું. વર્ષ ૧૯૪૪માં જવાર ભાટા સુપર ડુપર ફિલ્મ રહી ત્યારબાદ દિલીપકુમાર દસકાઓ સુધી બોલીવુડમાં છવાયેલ રહ્યા હતા. વર્ષ ૧૯૪૯માં અંદાઝ, ૧૯૫૨માં આન અને દાગ તેમજ ૧૯૫૫માં દેવદાસ મહત્વની સફળ ફિલ્મો રહી છે. વર્ષ ૧૯૬૦માં મુઘલે-આઝમ અને ૧૯૬૧માં ગંગા જમના અને ’૬૭માં રામ ઓર શ્યામ આપ્યા બાદ વર્ષ ૧૯૭૬થી પાંચ વર્ષ સુધી બ્રેક લીધો હતો. પોતાના કેરિયરમાં કુલ ૬૬ બોલીવુડ ફિલ્મોમાં કલાના કામણ પાથરનાર દિલીપકુમારની મોટાભાગની ફિલ્મો સફળ રહી હતી.

જ્યારે ૧૯૮૧માં ક્રાંતિમાં ફરી વખત બોલીવુડમાં કમબેક કરી ફરી યુવા હૈયાઓને કામણ લગાવ્યું  હતું. ત્યારબાદ શક્તિ, મસાલ અને કર્મા અને ૧૯૯૧માં સૌદાગર અને ૧૯૯૮માં કિલા આવી હતી.

દિલીપકુમારે અભિનેત્રી મધુબાલા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહ્યા, તેઓએ વર્ષ ૧૯૬૬માં સાઈરાબાનું સાથે લગ્ન કર્યા હતા. હાલ તેઓ મુંબઈમાં બાંદ્રા ખાતે રહેતા હતા. દિલીપકુમાર છેલા ચાર વર્ષથી સમયાન્તરે નાંદુરસ્ત રહેતા હતા. છેલા બે દિવસથી તેઓને હોસ્પિટલાઈઝ કરાયા હતા જ્યાં આજે સવારે તેઓએ દમ તોડ્યો હતો. અભિનેતાના નિધનના પગલે બોલીવુડમાં શોક છવાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here