જામનગર : કોર્પોરેટર રચનાબેન બન્યા રામ, રાક્ષસનો કર્યો વધ, કેમ ?

0
984

જામનગર : ભાજપના રાજમાં મંદી અને મોંઘવારી અને બેરોજગારીએ માઝા મુકતા સામાન્ય લોકોનું જીવન દોયલું બન્યુ છે. તેવામાં પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ તથા ગેસના ભાવમાં દિવસેને દિવસે બેફામ ભાવ વધારાને પગલે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગી અગ્રણીઓએ ભગવાન શ્રીરામ સહિતના રૂપ ધારણ કરી સરકાર સામે આકરા સુત્રોચાર કર્યા હતાં.

હાલ ભાજપના રાજમાં જામનગર સહિત ગુજરાત આખુ મંદિ, મોંઘવારી, બેરોજગારી સહિતની કેટલીય સમસ્યાઓથી પીડાઇ રહ્યું છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, ખાદ્યતેલ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં દિવસેને દિવસે બેલગામ ભાવવધારો થઇ રહ્યો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ત્યારે મંદિ, મોંઘવારીના વિરોધમાં જામનગર કોંગ્રેસ સરકાર સામે મેદાનમાં ઉતરી છે. જામનગરના નવાગામ ઘેડ, ખાતે આવેલ બી.એન. ઝાલા સ્કૂલ નજીક કોંગ્રેસના અગ્રણીઓએ એકઠા થઇ નવતર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ તકે વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પીળા પીતાંબર પહેરી ભગવાન શ્રી રામનું રૂપ ધારણ કર્યુ હતું. અન્ય અગ્રણીઓએ અવનવારૂપ ધારણ કર્યા હતાં. જ્યારે મોંઘવારીને રાક્ષસનું રૂપ આપવામાં આવ્યું હતું. જેનો રામના પાત્રમાં રહેલ રચનાબેને વધ કર્યો હતો. આ ઉપરાંત પોસ્ટર પ્રસિધ્ધ કરી સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો. કોરોના કાળમાં આર્થિક સ્થિતિ વિકટ બનતા મોંઘવારીને કાબુમાં લાવવા. કોંગી અગ્રણીઓએ માંગ ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here