જામનગર : ઇન્કમ ટેકસ ઇન્સ્પેકટરને બેંક મેનેજર સસરાની ધમકી, કેમ ?

0
658

જામનગર અપડેટ્સ : જામનગરમાં ઇન્કમ ટેકસ ઇન્સ્પેકટરને બેંક મેનેજર સસરાએ ધમકાવી જાનથી મારી નાખવાની અને પરિવારને પણ પતાવી દેવાની ધમકી આપી હોવાની સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. દિલ્હી ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સસરા સામે કોલ રેકોર્ડના આધારે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે.


જામનગર ખાતેની ઇન્કમ ટેકસ ઓફિસમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રચિતભાઇ બિરેન્દ્રસિંહ યાદવે પોતાના દિલ્હી ખાતે રહેતા મુળ.હરિયાણાના સસરા વિજયપાલ મદનલાલ યાદવ સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી સસરાએ ગત તા.30ના રોજ ફોન કરીને જેમ-તેમ શબ્દો ઉચ્ચાર્યા હોવાનો તથા તું મારો ફોન કેમ નથી ઉપાડતો એમ કહી જો મારો ફોન ઉપાડ તો હું તેન કહુ અને હું જામનગર ખાતે આવી ગયો તો તને જીવતો નહી છોડુ એવી ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. ઇન્કમ ટેકસ ઇન્સ્પેકટરના આરોપી સસરા દિલ્હી ખાતે આવેલી એસબીઆઇ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સસરાએ જમાઇના પિતાને ફોન કરી ધમકી આપ્યા બાદ જમાઇને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી ઇન્કમ ટેકસ ઇન્સ્પેકટરની પત્ની અને આરોપીની પુત્રી જામનગર ખાતે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે. બન્નેના લગ્ન વર્ષ 2016માં થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસના પી.એસ.આઇ એસ.એલ.ઓડેદરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here