ક્રિકેટના મોટા સટ્ટા પર LCBની રેઇડ, ૧૮ લાખની રોકડ કબજે, ચારની ધરપકડ, ૧૦ પંટરોના નામ ખુલ્યા

0
1021

જામનગર : જામનગર એ આમ તો ક્રિકેટ અને ક્રિકેટના સટ્ટા માટેનું હબ ગણાય છે, ક્રિકેટ ટુર્નામેન્ટ ગમે તે દેશમા રમાતી હોય, કોઈ પણ ફોરમેટની મેચ હોય, આ તમામ મેચ પર જામનગરમાં સટ્ટો ન રમતો હોય એવું જવ્વલેજ બને, ગત રાત્રે કિશાન ચોક વિસ્તારમાં એક સખ્સની ઓફિસમાં ચાલતા ક્રિકેટના મોટા સટ્ટા પર એલસીબીએ દરોડો પાડી ૧૮ લાખની રોકડ સહીત ૧૮.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ચાર સખ્સોને પકડી પાડ્યો છે. જયારે દસ પંટરો અને બે બુકીઓ સહીત એક ડઝન સખ્સોને ફરાર દર્શાવાયા છે.

જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા સુમરા ચાલી પાસે આવેલ અબ્દુલકાદર નુરમહમદ ખફી સુમરા પોતાની ઓફિસમાં ઉપરના માળે આવેલ રૂમમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની એલસીબીની ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં આરોપી અબ્દુલકાદર, અશોકભાઈ ઉર્ફે બાબુલ પોપટલાલ દતાણી અને તુષાર ઉર્ફે રૂપેશ હસમુખ મહેતા અને પરેશ મગનભાઈ સોલંકી નામના સખ્સો વેસ્ટઇન્ડીઝ અને દ. આફ્રિકા વચ્ચે ચાલતી મેચ પર ક્રિકેટનો સટ્ટો લેતા પકડી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૭,૯૨,૦૦૦ની રોકડ અને લેપટોપ, મોબાઈલ અને સાહિત્ય સહીત રૂપિયા ૧૮,૮૨, ૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે ચારેય સખ્સોની પૂછપરછ કરતા આ ડબ્બા પર અબ્બાસ વોરા, કારો સેન્ડવીચ વાળો, ૧૩ નંબર મુન્નો, મશરૂ, અંકિત, ૫૨ નંબર, કિશોર, રોકી અને ઇમરાન તેમજ મોહન નામના પંટરોએ સટ્ટો લગાવ્યો હોવાની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત લાઈન ચલાવનાર દિનકર અને વિઠ્ઠલ નામના બે બુક્કીઓની સંડોવણી પણ સામે આવી હતી. પોલીસે બુકીઓ અને પંટરો સહીત બાર સખ્સોને ફરાર જાહેર કરી તમામ સખ્સો સામે જુગારધારા મુજબ ફરીયાદ નોંધી હતી. એલસીબીએ સીટી એ ડીવીજન પોલીસ દફતરના વિસ્તારમાં દરોડો પાડી મોટો જુગાર પકડી પાડતા આ દરોડો ચર્ચાનો વિષય બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here