બ્લુ કલબના માલિક-સંચાલક સામે નોંધાઈ ફરિયાદ

0
1388

જામનગર : જામગનરમાં લોકડાઉન ચારના અંતિમ દિવસે સીટી સી ડીવીજન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ તૈયાર કપડાના શો રૂમ એવા બ્લુ ક્લબ સામે કાર્યવાહી કરી હતી. જેમાં શો રૂમના સંચાલક મહેન્દ્રભાઇ વીષ્ણુભાઇ ભારાણી અને શો રૂમના માલિક હરીશભાઇ ભાગચંદભાઇ ભારાણી રહે સરસ્વતી સોસાયટી  રાજકોટ વાળા સામે આઈપીસી કલમ ૨૬૯,૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-સને-૨૦૦૫ કાયદાની કલમ-૫૧(બી) મુજબ જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ નોંધી હતી. જેમાં આરોપીએ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાઇરસના કારણે રોગચાળો વકરે નહી તે માટે જાહેરનામુ અમલમાં હોય અને જાહેરનામા મુજબ ૩૩% કર્મચારી દ્વારા કામગીરી કરવાની હોય અને શોસીયલ ડીસ્ટન્સીંગ રાખવાનુ હોય તેમ છતા આ કામના આરોપીઓએ પોતાનુ બ્લુ કલ્બ નામનુ શોપીંગ મોલ ચલાવતા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here