રસ્તાના ખાડાઓનો ખતરો છકડો ન ખમી શક્યો, શરમ કરો તંત્ર

0
988

દ્વારકા : શહેરની ચકાચોંધ ચાંદની અને મહત્તમ માળખાગત સુવિધાઓ સાથેની જીવન શૈલી સાથે વણાઈ ગયેલ સરકાર અને વહીવટી પ્રશાસન કયારેય અંતરિયાળ ગામડાઓની માઠી દશા સમજી ન શકે, ગુજરાત મોડેલ જે રસ્તાઓના કારણે વાહવાહી મેળવી ગયું એટલું જ ગંદુ ચિત્ર હાલ અંતરિયાળ ગામડાઓમાં આમ બાબત છે. જિલ્લા-તાલુકાઓને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ માત્ર દસ ટકા જ ગુણવત્તા સભર હશે, બાકી નેવું ટકા રસ્તાઓ સરકાર અને કોન્ટ્રાકટર વચ્ચેના ભ્રષ્ટાચારની ગવાહી પુરી રહ્યા છે. આજે અહીં રસ્તાની ગુણવત્તા અને ગ્રામ્ય રસ્તાઓની બરબાદીની વાત એટલા માટે કરવી છે. કારણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના રસ્તાઓ મગરની પીઠને પણ સરમાવી રહ્યા છે. તાજેતરમાં કલ્યાણપુર તાલુકાના ચૂર ગામથી રાજપરા ગામ વચ્ચેનો રસ્તો મોટા મોટા ખાડાઓમાં પરિવર્તન પામ્યો છે. બે દિવસ પૂર્વે આ રસ્તા પરથી પસાર થતો એક છકડો રીક્ષા ખાડાની ઉબડખાબડ ન ખામી શક્યો, મોટા અને ઊંડા ખાડા વચ્ચેથી પસાર થતો છકડો વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયો, સદનસીબે ચાલક કે કોઈ વ્યક્તિઓને ઇજા ન પહોંચી, પણ એ સામાન્ય રીક્ષા ચાલક પર ખાડાઓના પ્રતાપે આવી ચડ્યો રીક્ષા ને જોઈન્ટ કરવાનો આર્થિક બોજ, કોની પાસે ફરિયાદ કરવી ? કોણ આપશે એ છકડા ચાલકને ન્યાય, સરકાર આપશે સહાય કે જે તે કોન્ટ્રાકટર આપશે આર્થિક સહાય, હાલ તો બે ય આશા મૃગ જળ સમાન છે. પરંતુ સરકારે ખાડામાં સમાઈ ગયેલ આ રસ્તાને રીપેર કરાવવા કે નવો બનાવવા આગળ આવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here