અનલોક ૧.૦ : પ્રથમ દિવસે વહીવટી કચેરીએ લાઈનો લગાવતા અરજદારો

0
534

જામનગર : કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે. આજ થી અનલોક ૧.૦ પીરીયડ શરુ થયો છે. જેને લઈને જામનગર શહેરની માર્કેટમાં  રોનક આવી છે. જાહેરમાર્ગો ધમધમવા લાગ્યા છે. હવે આગામી સમયમાં સરકાર શાળા-કોલેજોને પણ અમુક શરતો સાથે મંજુરી આપશે જ, આ બાબતને લઈને સરકારી યોજનાઓ અને શૈક્ષણિક પ્રવેશ માટેના આધાર પુરાવાઓના પ્રમાણપત્રો કઢાવવા માટે આજે જામનગર કલેકટર કચેરીએ અરજદાર વાલીઓ અને અન્ય યોજનાઓમાં  ખાસ જરૂરી એવા આવક અને જાતિના પ્રમાણપત્રો મેળવવા શહેરીજનોએ લાઈનો લગાવી દેતા સામાજિક અંતરના નિયમનો વહીવટી તંત્રની સામે જ ભંગ થયો હતો. જો કે પરિસ્થિતિને લઈને પ્રાંત અધિકારી ખુદ બહાર આવ્યા હતા અને નાગરિકોના પ્રવાહને કતારબધ્ધ કરી રાબેતા મુજબ કાર્યવાહી કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here