તમે કરદાતા છો ? આઇટી વિભાગે કર્યા છે મહત્વના ફેરફારો, આ રહી સંપૂર્ણ વિગતો

0
997

મુંબઇ : કોરોના વાયરસ સંક્રમિત થવાથી વિશ્વભરના દેશો પર નકારાત્મક આર્થિક અસર પડી છે. મોટા ભાગના દેશોના જીડીપી વેરવિખેર થયા છે. ભારતમાં પણ આ વૈશ્વિક મહામારીની માઠી અસર પડશે એમ વિશ્લેષકો માની રહ્યા છે. ત્યારે લોકડાઉનના કારણે દેશના મહત્વના એવા આઇટી વિભાગ દ્વારા રિટર્નની સમય મર્યાદામાં વધારો કરી અનેક છૂટછાટ આપી છે.
આવકવેરામાં સુધારાઓ-ફેરફારો કરવામાં આવ્યા છે. કોવિડ 19 ના કારણે ઈન્કમ ટેક્સમાં કરવામાં આવેલ મહત્વપૂર્ણ ફેરફારો આ મુજબ છે.

  1. નાણાકીય વર્ષ 2018-19 (A.Y. 2019-20) માટે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટેની તારીખ લંબાવામાં આવી છે.
    કર દાતાઓ જેમને વર્ષ 2018-19 નું રિટર્ન 31 માર્ચ 2020 સુધી નથી ભર્યું, તેઓ 30
    મી જૂન 2020 સુધી રિટર્ન ભરી શકે છે. કોઈપણ વધારાની શિક્ષાત્મક પરિણામ વગર, પરંતુ, કાયદા મુજબ 1,000 અને 10,000 ની પેનલ્ટી કે જે પહેલેથી વસુલવામાં આવે છે તે ભરવાની રહેશે, જો તમારી આવક અનુક્રમે 2,50,000 અને 5,00,000 કરતાં વધારે હોય.
  2. નાણાકીય વર્ષ 2019-20 (M.Y. 2020-21) માટે રોકાણ /S. 80c ની તારીખ લંબાવામાં આવી છે.
    કરદાતાઓ જેમનું PPF, NSC અથવા અન્ય કોઈ ટેક્સ સેવિંગમાં રોકાણ 31 માર્ચ 2020
    સુધીમાં કરવાનું રહી ગયું હોય તો હવે તેઓ 30 જૂન 2020 સુધી રોકાણ કરી શકશે અને એનો લાભ 80C માં લઇ શકશે. મહત્તમ 1,50,000 ના રોકાણનો લાભ 80C માં લઇ શકાય છે.
  3. નાણાકીય વર્ષ 2019-20 (A.Y. 2020-21) માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવામાં આવી છે.
    કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-20 નું રિટર્ન ભરવાની તારીખ લંબાવીને 30 નવેમ્બર
    2020 કરવામાં આવી છે. જે પેહલા31 જુલાઈ 2020 (ઓડિટ વગરના રીટર્ન હોય તો) અને 31ઓક્ટોબર 2020 (ઓડિટવાળા રીટર્ન હોય તો ) હતી.
  4. નાણાકીય વર્ષ 2019-20 (A.Y. 2020-210 ના ટેક્ષ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવામાં આવી છે.
    નાણાકીય વર્ષ 2019-20 (A.Y. 2020-21) ના ટેક્ષ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી લંબાવીને 31 ઓક્ટોબર 2020 કરવામાં આવી છે. તેમજ, ટેક્સ ઓડિટ રિપોર્ટવાળા રીટર્ન ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે.
  5. TDSITcs ના રિટર્નયુકવણી – નાણાકીય વર્ષ 2019-20:-
  6. માર્ચ 2020 નું TDS ની ચુકવણી ની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2020 છે જે હવે
    લંબાવીને 30 જૂન 2020 કરવામાં આવી છે. પરંતુ, કરદાતાએ 0.75% ના ઘટાડેલા દરે વ્યાજ ચુકવવું પડશે જે પેહલા 1.5% હતો.
  7. નાણાકીય વર્ષ 2019-20 ના ચોથા ક્વાર્ટર ( 01-01-2020 થી 31-03-2020) નું TDS રિટર્ન ભરવાની તારીખ 31 મે 2020 થી 30 જૂન 2020 સુધી લંબાવવામાં આવેલ છે.
  8. TDS certificate ( Form 16) કામદારોને આપવા માટેની તારીખ 31 મે 2020 થી 30 જૂન 2020 સુધી લંબાવવામાં આવી છે.
    4,
    14 મે 2020 થી 31 માર્ચ 2021 સુધી TDS ના દરો માં 25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. દા.ત :- જો પહેલા TDS નો દર 10 % હોય તો, હવે 7.5% TDS કાપવું પડશે. તમારી અનુકૂળતા માટે TDS ના દરોનું સંપૂર્ણ ચાર્ટ અલગથી આપેલું છે.
  9. એડવાન્સ ટેક્ષનો પહેલો હપ્તો ભરવાની તારીખ લંબાવામાં આવી છે. (A.Y 2021-22). નાણાકીય વર્ષ 2020-21 (A.Y.2021-22) નો પહેલા એડવાન્સ ટેક્ષનો હપ્તો કે જે 15 જૂન 2020 સુધી ભરવાનું હતું, તે હવે 30 જૂન 2020 સુધી ભરી શકાશે. પરંતુ, જો કરદાતાઓ 16 જૂન
    2020 થી 30 જૂન 2020 ની વચ્ચે એડવાન્સ ટેક્ષ ભરશે તો તેમને 0.75% ના ઘટાડેલા દરે વ્યાજ ભરવું પડશે. (જે પહેલા 1.00% હતો) 7.એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ પૂરી કરવાની તારીખ લંબાવવામાં આવેલ છે.
    નાણાકીય વર્ષ 2017-18 (A.Y. 2018-19) ની તમામ assessment proceeding (scrutiny assessment) તથા બધા જ રીઓપન કેસ U/s. 148 કે જેમના માટે 31-3-2020 (હવે 30-6-2020) સુધીમાં નોટિસ અપાઇ ગઈ છે, તેને પૂરી કરવાની તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે નાણાકીય વર્ષ 2018-19 (A.Y. 2019-20) ની assesment proceeding પૂરી કરવાની તારીખ 31 માર્ચ 2021 થી 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી છે.
  10. “વિવાદ સે વિશ્વાસ” યોજના હેઠળ ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો. કરદાતાઓ જેમના ઈન્કમ ટેક્સ ના કેસો CIT, ITAT, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને
    એમણે એ કેસોને “વિવાદ સે વિશ્વાસ” યોજના હેઠળ ઉકેલવાનું નક્કી કર્યું છે, તેઓ હવે 31 ડીસેમ્બર 2020 સુધી યોજનાનું લાભ લઇ શકશે અને ફોર્મ ભરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here