શુ તમારામાં કવિ હૃદય છે ? તો આ સમાચાર તમારા માટે છે, ઉઠાવો કલમ

0
806

જામનગર : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા કાવ્ય કૌશલ સ્પર્ધાનું આયોજન તા.૨૮ મે ૨૦૨૦થી ૪ જુન ૨૦૨૦ના રોજ કરવામાં આવેલ છે, જેમાં લોકો મનપસંદ કોઈપણ વિષય પર હિન્દી,અંગ્રેજી,ગુજરાતીમાં કવિતાની રચના કરી શકે છે તથા સ્વરચિત કવિતાને નેહરુ યુવા કેન્દ્રને ઇમેલના માધ્યમથી મોકલવાનું રહેશે. આ સ્પર્ધામાં ૫ થી ૧૨ વર્ષના વયજૂથ, ૧૩થી ૧૮ વર્ષના વયજૂથ, ૧૯થી ૨૩ વર્ષના વયજૂથના અને ૩૦ વર્ષ કે તેથી વધારે ઉમરના પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કવિત્વતાના ગુણોને બહાર લાવવાનો છે, આ સ્પર્ધાના માધ્યમથી કવિઓને પોતાની કવિતા વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાનો અવસર પ્રાપ્ત થશે. દરેક સ્પર્ધકોને નહેરુ યુવા કેન્દ્ર જામનગરની ઈમેલ આઇ-ડી: nykjamnagar@gmail.com પર પોતાની કવિતા સાથે આધારકાર્ડનો ફોટો તા. ૪ જુન ૨૦૨૦ સુધીમાં મોકલવાનો રહેશે. મૂલ્યાંકન નિષ્ણાત નિર્ણાયકો દ્વારા કરવામાં આવશે તથા વિવિધ ભાષાઓની કવિતાનું મૂલ્યાંકન અલગ-અલગ કરવામાં આવશે તેમજ ૧૫ જૂન ૨૦૨૦ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.દરેક સ્પર્ધકોને ઇમેલ આઇડી પર ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે, તેમજ વિજેતા સ્પર્ધકોની કવિતા એન.વાય.કે.એસની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે, વધુ માહિતી માટે એન.વાય.વી નરોત્તમ વાઘોરા મો. ૮૧૪૦૯૦૩૦૭૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા સંયોજક, નેહરૂ યુવા કેંદ્ર જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here