પીવાના પાણીની સમસ્યા કે લાઇન લીકેજ છે ? સરકારે શરૂ કર્યો કંટ્રોલરૂમ

0
950

જામનગર : ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ફરિયાદો નોંધવાની વ્યવસ્થા ૨૪ કલાક કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગત ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રિપેરિંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, આ માટે ટોલ ફ્રી નં.“૧૯૧૬” કાર્યરત છે. આ ટોલ ફ્રી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરિયાદો નોંધાવી શકાશે. કોઈ પણ વ્યક્તિ ws.gujarat.gov.in વેબસાઇટના New Complaint સેક્શન મારફતે નવીન ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નં.૧૯૧૬ વ્યસ્ત જણાય તો તેવા કિસ્સામાં અન્ય નં. ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ પર પણ ફરિયાદ નોંધાવી શકાશે તેમ કાર્યપાલક ઇજનેર જા.આ.બાંધકામ વિભાગ, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here