ભાણવડ : બે વ્યાજખોરોએ ખેડૂતના પ્લોટ પડાવી, આઠ વિઘા જમીન પર નજર બગાડી

0
720

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે એક ખેડૂતને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી બે વ્યાજખોરોએ ચક્રવૃદ્ધિ થી પણ વધારે વ્યાજ વસૂલી, પ્લોટ પચાવી પાડી આઠ વિઘા જમીન હડપી જવા ધાક ધમકીઓ આપતા ખેડૂતે પોલીસનો આશરો લઈ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.


ભાણવડના રેટા કાલાવડ ગામે રહેતા સુરેશભાઇ ગોવિદભાઇ કારેણા નામના યુવાન ખેડૂતને વશરામ કેશાભાઇ પાથર રહે જામ રોજીવાડા તા ભાણવડ જી.દેવભુમી દ્રારકા તથા મનસુખ સવજી નકુમ રહે ભાણવડ તા ભાણવડ જી.દેવભુમી દ્રારકા વાળા શખ્સોએ
લાયન્સ નહીં હોવા છતાં ઊંચા વ્યાજના દરથી રકમ વ્યાજે આપી હતી. સમય જતાં યુવાન પાસેથી ઊંચું વ્યાજ વસૂલી, મોંઘા પ્લોટ પચાવી પાડ્યા હતા.
યુવાને મુદલ રકમ ઉપર ચક્રવૃધ્ધી વ્યાજથી પણ વધારે વ્યાજ ચુકવ્યા છતા બંને શખ્સોએ કોર્ટ કેશમાં સજા કરાવી જેલમાં મોકલવાની ધમકીઓ આપી હતી આરોપીઓએ તેના પ્લોટો પોતાના નામના દસ્તાવેજો કરાવી લીધા હતા. ત્યાર બાદ પણ મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી યુવાનને સતત મારી નાખવાની ધમકીઓ આપી-અપાવી, સતત ભયમાં મુકી સુરેશ તથા તેના ભાઇની સયુકત માલીકીની આઠ વિઘા જગ્યા જબરદસ્તીથી તેઓના નામે દસ્તાવેજ કરી લેવાના ઇરાદા સાથે કોર્ટમાં અલગ અલગ આઠ દાવાઓ કર્યા હતા. દરમિયાન કોર્ટ તારીખમાં આવેલ યુવાનને રસ્તામાં જ જાનથી પતાવી દેવાની ધમકીઓ આપી શારીરીક, માનસિક તેમજ આર્થીક રીતે પાયમાલ કરવા કૃત્ય આચર્યું હતું.
ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ- ૩૮૬,૫૦૬,૧૧૪, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમસને ૨૦૧૧ ની કલમ- ૫, ૪૦ તથા ૪૨ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here