કમકમાટી : બગોદરા-ધોળકા ધોરી માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

0
1870

બગોદરા – ધોળકા ધોરી માર્ગ પર આવેલ સાઈ દર્શન સોસાયટી સામેના માર્ગ પર આજે વહેલી સવારે એક ઇકો કારને અજાણ્યા વાહને ઠોકર મારતા ઇકોમાં સવાર અગિયાર પૈકી પાંચ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય છ ને ઓછીવતી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખેડા જિલ્લાનો પરિવાર બરવાળા ખાતે ધાર્મિક સ્થળે દર્શને જતો હોવાની વિગતો સામે આવી છે.

બગોદરા-ધોળકા ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત થયો છે. આજે વહેલી સવારે
સાઈ દર્શન સોસાયટી સામેના ધોરી માર્ગ પર અજાણ્યા વાહને ઇકો ગાડીને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. ખેડા જીલાના વારસગ ગામે રહેતો 11 સભ્યોનો પરિવાર બરવાળા ખાતે ધાર્મિક સ્થળે દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલા અને બે પુરુષ સહિત ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ત્રણ બાળકો સહિત અન્ય છ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે પોલીસે અને 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here