જામનગર: ઠંડીનો બીજો રાઉન્ડ શરુ, વાતાવરણ ઠંડુગાર, પારો 10.6 પર સ્થિર

0
483

જામનગરમાં છેલ્લા એક સપ્તાહમા જ તાપમાનનો પારો સાત ડીગ્રી ખસકી જતા કાતિલ ઠંડી પડી રહી છે. શનિવાર કરતા રવિવારની રાત્રે વધુ બે ડીગ્રી તાપમાન નીચે જતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે જેને કારણે જનજીવન પ્રભાવક બન્યું  છે. બે દિવસ પૂર્વેના સતત બે દિવસ સુધી જામનગર શહેર સહિત જીલ્લાભરમાં માવઠું થયું હતું. ત્યારબાદ તાપમાનમાં સતત ઘટાડો નોંધાતો ચાલ્યો છે. આગામી સપ્તાહ સુધી તાપમાન વધુ ઘટીને સિંગલ ડીઝીટમાં આવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

જામનગરમાં આજે રાત્રે લઘુતમ તાપમાન વધુ સરકી જતા કડકડતી ઠંડીની શરૂઆત થઇ છે. ગઈ કાલે શનિવારે સવારે ડિઝાસ્ટર શાખા દ્વારા જાહેર કરાયેલ તાપમાન મુજબ લઘુતમ તાપમાન ૧૨.૫ નોંધાયું હતું જેની સામે વાતાવરણમાં વધુ ઠંડીનું જોર વધતા આજે રાત્રે તાપમાન વધુ બે ડીગ્રી ઘટ્યું છે જેને લઈને કાતિલ ઠંડી પડી હતી. આજે રાત્રે નોંધાયેલ લઘુતમ તાપમાન મુજબ શહેરમાં ૧૦.૫ અને મહતમ તાપમાન ૨૪ ડીગ્રી રહ્યું  છે. જયારે ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ગતિ ૨.૯ પ્રતિ કલાક રહી છે. હજુ પણ વધુ તાપમાન નીચું જશે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આગામી સપ્તાહમાં ઠંડીનું જોર હજુ વધશે અને તાપમાન સિંગલ ડીઝીટમાં આવી જશે. કડકડતી ઠંડીએ જનજીવન ઉપરાંત પશુ-પ્રાણી સહિતની જીવ શ્રુષ્ટિને પણ વ્યાપક અસર જન્માવી છે.  ઉલ્લેખનીય છે કે ગત મહીને પ્રથમ અને બીજા સપ્તાહમાં કડકડતી ઠંડી પડ્યા બાદ વધુ એક રાઉન્ડની શરૂઆત થઇ છે.

છેલ્લા એક માસનું લઘુતમ તાપમાન

તા. ૮/૧૨/૨૦૨૧      લઘુતમ તાપમાન_૧૫

તા. ૯/૧૨/૨૦૨૧       લઘુતમ તાપમાન_૧૯.૪

તા. ૧૦/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૮.૯

તા. ૧૧/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૬.૫

તા. ૧૨/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૭

તા. ૧૩/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૪

તા. ૧૪/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૩.૬

તા. ૧૫/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૦.૫

તા. ૧૬/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૦

તા. ૧૭/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૩

તા. ૧૮/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૨

તા. ૧૯/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૨

તા. ૨૦/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૨

તા. ૨૧/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૦.૩

તા. ૨૨/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૧

તા. ૨૩/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૫

તા. ૨૪/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૭

તા. ૨૫/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૬

તા. ૨૬/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૫.૬

તા. ૨૭/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૭

તા. ૨૮/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૭

તા. ૨૯/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૬

તા. ૩૦/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૫.૩

તા. ૩૧/૧૨/૨૦૨૧     લઘુતમ તાપમાન_૧૫.૫

તા. ૧/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૫.૫

તા. ૨/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૬.૫

તા. ૩/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૭.૫

તા. ૪/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૮

તા. ૫/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૮.૫

તા. ૬/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૮મી

તા. ૭/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૭.૫

તા. ૮/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૨.૨

તા. ૯/૧/૨૦૨૨       લઘુતમ તાપમાન_૧૦.૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here