જામનગર : આવતી કાલથી વેક્સીનના ત્રીજા ડોઝ આપવાની શરુઆત

0
1246

જામનગર :  જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા આવતી કાલથી જ ૬૦ વર્ષથી ઉપરના નાગરીકોને કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત કરવામાં આવશે. જેને લઈને મહાનગરપાલિકાએ આયોજનનો ધમધમાટ શરુ કર્યો છે.

દેશમાં કોરોના ના કેસ ને પહોંચી વળવા માટે રસી એકમાત્ર ઉપાય છે. જેને જોતા સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ વચ્ચેના કિશોર-કિશોરીઓને રસી આપવાની શરૂઆત તારીખ 3 જાન્યુઆરી ના રોજ કરવામાં આવી હતી.  ત્યારબાદ તારીખ 10 જાન્યુઆરી થી હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમ્બીડીટી ધરાવતા નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવી રહેલ છે. બંને ડોઝ લીધેલ હોય તેમજ બીજા ડોઝ ને નવ મહિના એટલે કે “૩૯ વિક” પૂરા થયેલ હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. તા.૧૦-૦૪-૨૦૨૧ સુધીમાં બીજો ડોઝ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓ તા.૧૦-૦૧-૨૦૨૨ના રોજ વેક્સિનના પ્રિકોશનરી ડોઝ માટે એલીજીબલ રહેશે. પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રિકોશનરી ડોઝ લેવા માટે લેવા અનુરોધ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here