ભાણવડ : જે બાઈક અકસ્માતગ્રસ્ત બન્યું તે બાઈક મૃતકે બે દિવસ પૂર્વે જ ખરીદ્યું’તુ,શોક છવાયો

0
438

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામના યુવાનનું બે દિવસ પૂર્વેના અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. મોરઝર ગામથી નવા ગામ તરફ જતા રસ્તા પર રવિવારે સાંજે રીક્ષાએ બાઈકને ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. આ બનાવમાં કરુણતા એ છે કે મૃતકે બે દિવસ પૂર્વે જ જે બાઈક લીધું હતું તે બાઈકનો અકસ્માત થયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડથી દશ કિમી દુર આવેલ મોરઝર ગામ નવાગામ તરફ જતા રસ્તે ગત રવિવારે સાંજે પાંચેક વાગ્યાથી રાત સુધીના ગાળા દરમિયાન પુર ઝડપે દોડતા છકડા રીક્ષાએ એક મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં જી.જે ૩૭ ડી ૨૦૪૦ નંબરના બાઈક ચાલકનું માથાના સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક ભાણવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલક ભદાભાઈ બાવાભાઈ મોરી ઉવ ૨૩ નામના યુવાનનું કમકમાટીભર્યું  મૃત્યુ નીપજ્યું હતું. મૃતક પોતાનું મોટર સાયકલ લઈને ઘટના સ્થળેથી પસાર થતો હતો ત્યારે જીજે ૧૧ વી ૨૭૫૩ નંબરની રીક્ષાએ જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. ભાણવડ તાલુકાના મોરઝર ગામના રબારી પરિવારમમા ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાના મૃતકના લગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે બાઈકનો અકસ્માત થયો તે બાઈક બે દિવસ પૂર્વે જ મૃતકે મોરઝર ગામના સુભાષ રાઠોડ પાસેથી ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું  છે. પોલીસે રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here