દ્વારકામાં યોજાનાર આર્મી ભરતી મેળો મોકૂફ, આવું છે કારણ

0
676

જામનગર : સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના આર્મી રેલીમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, દેવભૂમિ દ્વારકામાં આગામી તા. ૧૦-૧૦-૨૦૨૦ થી ૧૯-૧૦-૨૦૨૦ દરમિયાન એન.ડી.એચ. હાઈસ્કુલ ગ્રાઉન્ડ, દ્વારકા ખાતે યોજાનાર લશ્કરી આર્મી ભરતી રેલીની પ્રક્રિયા કોરોના વાયરસના સંક્રમણને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે તેમજ તા. ૧૫-૦૯-૨૦૨૦થી ૨૯-૦૯-૨૦૨૦ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ રદ કરવામાં આવેલ છે તેમ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા જણાવવામાં આવેલ છે, તો હવે પછીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રેલી શરુ થયાના એક માસ પહેલા શરૂ થશે, તેમજ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા આર્મી રેલીની નવી તારીખ નક્કી થયેથી તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવશે તેમ, મદદનીશ નિયામક (રોજગાર),જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here