ભૂકંપ અપડેટ્સ : સાંજે આવ્યો વધુ એક આંચકો, એક જ દિવસમાં પાંચ આંચકાઓથી ભયનું લખલખું

0
669

જામનગર : જામનગર શહેર જીલ્લામાં સાંજ સુધીમાં ભૂકંપના વધુ ચાર આંચકા અનુભવાયા બાદ સમી સાંજે વધુ એક આંચકો અનુભવાયો છે. . જો કે ન્યુનતમ માત્રાને લઈને હાલારીઓએ રાહત અનુભવી છે પરંતુ એક જ દિવસમાં પાંચ ભયનું લખલખું પ્રસરી ગયું છે.

જામનગર જીલ્લામાં સતત અનુભવાતા ભૂકંપના આંચકાઓને લઈને ભય યથાવત રહ્યો છે. આજે સાંજના પાંચ વાગ્યા સુધીના દસ કલાકના ગાળા દરમિયાન ચાર વખત ધરા ધ્રુજી છે. જેમાં વહેલી સવારે 7:51 કલાકે.1.9 ની તીવ્રતા નો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૩ કિમી દુર  કાલાવડ પંથકમાં નોંધાયું હતું. જયારે આ આંચકા પૂર્વે સવારે 6: 14 વાગ્યે 2.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. માત્ર 16 મિનિટમાં જ જામનગરમાં બે ભુકંપ ના આંચકા અનુભવતા ભય યથાવત રહ્યો હતો. આ ભૂકંપ બાદ સાંજે 4:14 વાગ્યે અને 4:30 વાગ્યે નોંધાયા ભુકંપ ના હળવા આંચકા આવ્યા હતા. જેમાં બંને આંચકાઓ અનુક્રમે રિકટર સ્કેલ પર 2.0 તીવ્રતાના હોવાનું સામે આવ્યું છે જયારે આ આંચકાઓનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૨ અને ૧૩ કીમી દુર નોંધાયું હતું. આ અચકા બાદ સાંજે 6:54 વાગ્યે 2.0 ની તીવ્રતા નો આંચકો અનુભવાયો છે. જેનું એપી સેન્ટર જામનગર થી 14 કિમિ દૂર નોંધાયું છે. સતત આવતા આંચકાઓથી ભય ફેલાયો છે પણ હળવી તીવ્રતાને લઈને મોટાભાગના ભૂકપ લોકોને અનુભવાયા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here