અરેરાટી : જામનગરના બે યુવાનોના મોરબી નજીક અકસ્માતમાં મોત

0
521

મોરબી : જામનગર હાપા વિસ્તારમાં રહેતા બે યુવાનો મોરબી નજીક ઘુટુ ગામે એક પ્રસંગમાં હાજરી આપવા જતા હતા ત્યારે આજે મોરબીની માળિયા ફાટક નજીક સવારના સુમારે ગમખ્વાર અકસ્માતનો ભોગ બની ગયા છે. અજાણ્યા વાહને બાઇકનેહડફેટે લેતા બંને યુવાનોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્ય છે. બંને યુવાનોના મૃત્યુના પગલે શોક છવાયો છે.

જામનગર- ખંભાળિયા રોડ પર કાર પુલ પરથી નીચે ખાબકતા સર્જાયેલ અકસ્માતમાં બે મહિલાઓના મોતનો શોક અવિરત છે ત્યાં આજે મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં જામનગર નજીક હાપા વિસ્તારના બે યુવાનોના મૃત્યુ નિપજયા છે. મોરબીની માળિયા ફાટક નજીક અવારનવાર અકસ્માત સર્જાતા આવ્યા છે ત્યારે આ ફાટક વધુ એક વખત ગોજારો સાબિત થયો છે. આજે વહેલી સવારના માળિયા ફાટક પર આવેલ ઓવરબ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લઇ ગમખ્વાર અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં બાઈકમાં સવાર જામનગરના બે યુવાનોના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. આ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો. આ ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પી એમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમીયાન બંને યુવાનોની ઓળખ થઈ હતી મૃત્યુને રુતિક પરેશભાઈ બજાણીયા (ઉ.૨૦) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.૧૯) રહે જામનગર હાપા રેલ્વે કોલોની વાળા હોવાની માહિતી સુત્રો માંથી મળી હતી. રુતિક પરેશભાઈ બજાણીયા 20, જામનગર હાપા રેલવે કોલોની અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા 19 બંને
એક જ બાઇક પર મોરબી હરિઓમ પાર્ક માંથી ઘુંટુ ગામે એક પ્રસંગ માં હાજરી આપવા જતા હોવાની વિગતો જાણવા મળી છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here