જામનગર: મોરકંડા ગામે યુવાનની કરપીણ હત્યા

0
1095

જામનગર નજીકના મોરકંડા ગામે ગત મોડી રાત્રે એક કોળી યુવાનની ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપી પોલીસમાં મૃતક અંગેની બાદમી આપતો હોવાની શંકાના આધારે ગતરાતે મૃતક અને તેના મિત્રોને આરોપી સાથે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ પીઠ પાછળથી કૉસ વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસ આરોપીને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.

જામનગર નજીકના મોરકંડા ગામે ગતરાત્રે ત્યાંનો બનાવ સામે આવતા નાના એવા ગામમાં દોડધામ મચી જવા પામી હતી.આ બનાવ અંગે જામનગરમાં રહેતા મંજુબેન દિલીપભાઈ સોલંકીએ પંચકોશ બી ડિવિઝન પોલીસ દફતરમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોતાનાથી અલગ રહેતા પુત્ર સુરેશ ઉર્ફે ગડો દિલીપભાઈ ઉવ 24 અને તેના મિત્રો ગઈકાલે રાત્રે ગામમાં ઊભા હતા ત્યારે આરોપી મિલન રમેશ સીતાપરા ત્યાં આવી પહોંચ્યો હતો. મોરકંડા ગામે પોલીસના દરોડા પડે છે તેની બાતમી મિલન આપતો હોવાથી વાતને લઈને મિલન અને સુરેશ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. દરમિયાન આરોપી મિલન પોતાના ઘરે ચાલ્યો ગયો હતો અને ઘરેથી લોખન્ડની કોસ લઈ આવી બજારમાં ઉભેલા સુરેશ પર પાછળથી હુમલો કર્યો હતો. લોખંડની કોસનો એક ઘા માથાના ભાગે ફટકારી મિલને સુરેશને પાડી દીધો હતો ત્યારબાદ ઉપરા ઉપરી માથાના ભાગે તથા દાઢી ગરદનના ભાગે ઘા કરતા સુરેશને ઘાતક પહોંચી હતી અને ખોપડી ફાટી ગઈ હતી. આ ઘટના સમયે સુરેશના મિત્રો બચાવવા દોડી આવતા આરોપી મિલન નાસી ગયો હતો. મૃતક સુરેશના મિત્ર સન્નીએ સુરેશના ભાઈને ફોન કરીને બનાવની જાણ કરી હતી. જેના પગલે મૃતકના માતા-પિતા અને તેનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મૃતક સુરેશે એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ તેઓના છૂટાછેડા થઈ ગયા હતા અને બે વર્ષ પૂર્વે આવાસમાં રહેતી મમતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here