દ્વારકા: હોટેલ રેસિડેન્સીના રૂમમાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી

0
439

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં આવેલ હોટલ રેસીડેન્સીમાં ચાલતા જુગાર ધામ પર સ્થાનિક પોલીસે રેડ કરી 1.10 લાખ રૂપિયાની રોકડ સહિત બે લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. પોલીસે હોટલ મેનેજર સહિત આઠ શખ્સોની ધરપકડ કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

યાત્રાધામ દ્વારકામાં ઇસ્કોન ગેઇટ પાસે હોટલ રેસીડન્સી હોટલના 108 નંબરના રૂમને હોટેલ મેનેજર નરેશભાઇ બાલુભાઇ ચાનપાએ ભાડે રાખી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે ગઈકાલે દરોડો પાડયો હતો.

આ દરોડા દરમ્યાન રૂમ નંબર 108 માં જુગાર રમી રહેલા હોટલ મેનેજર ઉપરાંત જહાંગીરખાન મહોમદખાન પઠાણ રહે. નાગેશ્વર રોડ ધોળાવાવની બાજુમા દ્વારકા, કનૈયાભા વિરાભા ભઠડ રહે. લાડવા ગામની સીમ દ્વારકા, રમેશભાઇ ફોગાભાઇ પરમાર રહે. જલારામ સોસાયટી સીકોતેર ટેડર્સની બાજુમા દ્વારકા, ભોજાભાઇ નાથાભાઇ નકુમ રહે. જલારામ સોસાયટી મનમોહ મારબલની સામે દ્વારકા, મનસુખભાઇ ગોરધનભાઇ સોનગરા રહે. જલારામ સોસાયટી સીકોતેર ટેડર્સની બાજુમા દ્વારકા, લખમણભા ગગુભા માણેક રહે. મથુરા ભવન પાસે દ્વારકા, ચન્દ્રેશભાઇ શુકલભા વાધેલા રહે. ભથાણ ચોક વાધેર પાડો દ્વારકાવાળા શખ્સો આબાદ પકડાઈ ગયા હતા. આ તમામ શખ્સો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામ શખ્સો પાસેથી રૂપિયા ૧,૧૦,૪૩૦ તથા રૂપિયા 46 હજારની કિંમતના છ મોબાઇલ, 60 હજારની કિંમતના ત્રણ મોટર સાયકલ સહિત કુલ રૂ.૨,૧૬,૪૩૦નો મુદામાલ કબ્જે કરાયો હતો. પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી જુગારધારા ચાર-પાંચ મુજબ ફરિયાદ નોંધી હતી.
એત્રધામ દ્વારકા નો જો કોઈ મુખ્ય વ્યવસાય હોય તો તે હોટલ વ્યવસાય છે ત્યારે હોટલમાં જુગારધામ ઝડપાતા આ બાબત ચર્ચાનો વિષય બની છે. એક હોટલ નહીં પરંતુ અન્ય હોટલમાં પણ આવી જ રીતના જુગાર રમતો હોવાની ચર્ચાઓ વહેતી થતા પોલીસે આ દિશામાં પોતાના બાતમીદારો દોડાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here