રાજસ્થાન ભાજપના MLA સાસણ કેમ આવ્યા ? રાજકીય ચહલપહલ સરળ ભાષામાં

0
601

જામનગર : એક મહીના પૂર્વે જે જોખમ રાજસ્થાનના મુખ્ય પ્રધાન ગેહલોત સરકાર પર તોડાતું હતું તે સંકટએ યુ ટર્ન લીધો છે. રાજકીય  સમીકરણોએ કરવટ બદલી લીધી છે. રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્યો તૂટવાની દહેશત ફેલાઈ જતા ભાજપે છ દિવસ માટે પોતાના છ ધારાસભ્યોને સાસણમાં લઇ આવી ‘સિંહ’ બનવાના પાઠ ભણાવવાની યોજના ઘડી કાઢી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.  

રાજસ્થાન ભાજપમાં ભડકો થવાના એંધાણ સર્જાતા હાલ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ રાજસ્થાનમાં કોંગ્રેસના બહુમતવાળી અશોક ગેહલોત સરકાર સાશન કરી રહી છે. પરંતુ એક માસ પૂર્વે કોંગ્રેસના મુખ્ય પ્રધાન અને સેકન્ડ કેડરના નેતા કેપ્ટન વચ્ચે ખટરાગ સપાટી પર આવ્યો હતો અને ભાજપા સક્રિય થઇ ગયું હતું. ત્યારબાદ કોગ્રેસે પાર્ટીને વેરવિખેર કરવા અને ખરીદ પરોસ્તી સબબ અમુક ધારાસભ્યો અને નેતાઓ સામે ફોજદારી દાખલ કરી દીધી હતી. રાજકીય પંડિતોના મતે જેની સામે ફોજદારી નોધાઇ છે તે એમએલ-નેતાઓ સામે કાર્યવાહી નહી કરવા અને હવે તોડજોડ નહી કરવાની સમાધાન ફોર્મ્યુલા અપનાવાઈ હતી.

બીજી તરફ કોંગ્રેસમાં ભળેલા બસપાના છ ધારાસભ્યોને લઈને કોર્ટમાં માંગવામાં આવેલ દાદ અને આ ધારાસભ્યો સબંધે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી વિધાનસભાની એક પણ બાબતમાં ભાગ ન લેવાના નિર્ણયને લઇને કોગ્રેસ પણ વિસામણમાં મુકાયો છે. ત્યારે આવા જ મુદ્દે ગોવાના ભાજપમાં ભળેલ ધારાસભ્યોનો કેસ હાલ સુપ્રીમમાં પેડીંગ છે. જેને લઈને બસપાએ સુપ્રીમની વાટ પકડી લીધી છે. ગોવાનું જે પરિણામ આવશે તે રાજસ્થાન બસપાને લાગુ પડશે જ એવા તર્ક સાથે બસપા સુપ્રીમમાં ગઈ છે.

આવી રાજકીય ચહલપહલ વચ્ચે ભાજપના ૭૨ પૈકીના વસુંધરા રાજે જૂથના ભાજપના ધારાસભ્યો કોંગ્રેસ સાથે સંપર્કમાં હોવાની ચર્ચાઓને લઈને હડકંપ મચી ગયો હતો. જેને લઈને ત્રણ દિવસ પૂર્વે વાસુધંરા રાજેને દિલ્લીનું તેડું આવ્યું હતું અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જેપી નડડા સાથે મેરેથોન મીટીંગ કરી પરત રાજસ્થાન મોકલ્યા છે. એક માસ પૂર્વે કેપ્ટનના રૂપે જે વાર કોંગ્રેસ પર થયેલ તે જ વાર હવે કોંગ્રેસ ભાજપ સામે કરવાની હોવાની ગુપ્ત વિગતોના પગલે ભાજપ સક્રિય થયો છે. શુક્રવારે ૧૨ ધારાસભ્યોને અમદાવાદની સહેલગાહે મોકલ્યા છે અને શનિવારે વધુ છ ધારાસભ્યો સોમનાથ-સાસણના પ્રવાશે મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ આગામી ૧૪ તારીખે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ માટે મહત્વની બાબત છે કે કમસેકમ આ દિવસ સુધી ધારાસભ્યને એકત્રિત કરી ફ્લોર ટેસ્ટમાં નવાજુની કરી શકાય,

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ના અંતિમ મહિનામાં થયેલ  રાજસ્થાન વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળ્યો પણ ૭૭ બેઠકો પર વિજય બનેલ કોંગ્રેસે સાથી દળ સાથે મળી સરકાર બનાવી હતી, ૧૫મી વિધાનસભાની ચૂંટણીના પરિણામના હાલના ચિત્ર પ્રમાણે કોંગ્રેસ પાસે ૧૦૭, ભાજપ પાસે ૭૨ અને આઈએનડી પાસે ૧૩ તેમજ બીટીપી અને સીપીઆઈ  પાસે ૨-૨ બેઠકો તેમજ આરએલડી એક અને આરએલપી પાસે ત્રણ બેઠકો છે.

હાલના સમાચાર મુજબ સાસણમાં જે હોટેલમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યાંથી મોડી રાત્રે તમામ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. ૧૪ મી સુધીમાં ભાજપા પોતાનું સભ્ય બળ બરકરાર રાખી કોંગ્રેસના ખેમામાંમાં ખલેલ પાડે છે કે કેમ ? કે પછી ગેહલોત સરકારનો વળતો પ્રહાર સફળ થાય છે ? બસ પાંચ દિવસમાં આ બાબતનો તાગ મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here