ભારે કરી…જેઠાલાલનો પનોતી સાળો પણ ન કરે તેવું કામ આ સાળાએ કર્યું બનેવી સાથે

0
820

જામનગર : ધારાવાહિક તારક મહેતા…ના મુખ્ય પાત્ર જેઠા લાલ અને તેની હમેશા પજવણી કરતા ‘પનોતી’ સાળા સુંદરલાલ પણ  ન કરી શકે એવું કામ અમદાવાદી બનેવી સાથે કરી નાંખ્યુ છે. સાળાના આવા કૃત્યને લઈને બનેવીએ જ સાળા સામે સરખેજ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.

તારકમહેતા…સીરીયલના મુખ્ય પાત્ર જેઠા લાલની સામે જયારે તેઓ સાળો આવી ચડે ત્યારે તે હમેશા ‘રોલ’ કરવાની ફિરાકમાં જ સામે આવતો દર્શાવાયો છે. આમેય ગુજરાતી સંસ્કૃતિમાં સાળા-બનેવીના સબંધને સહજ અને હાસ્યની સાથે સમ્લ્લિત થતો જોવા મળે છે. પરંતુ એવા પણ સાળાઓ હશે જે બનેવી માટે મોટી મુસીબત ઉભી કરતા હોય !!!

આવો જ એક કિસ્સો તાજેતરમાં અમદાવાદમાંથી સામે આવ્યો છે.  તારક મહેતા કા ઉલટા ચસમા સીરીયલમાં જેઠાલાલ માટે પનોતી સમાન સાળાથી પણ બદતર કાર્ય આ અમદાવાદી સાળાએ કર્યું છે. જેમાં સરખેજ વિસ્તારમાં રહેતા એક સાળાએ બનેવી સામે થયેલ કોઈ બાબતના ખટરાગનો ખાર ઉતારવા સોશિયલ મીડિયાનો સહારો  લીધો હતો. જેમાં સાળાએ ફેસબુકના માધ્યમથી એક સંદેશો વહેતો કર્યો હતો. જેમાં પોતાના બનેવીના મોતનો મેસેજ લખી બેસણા અંગેની વિગતો જાહેર કરી હતી.

સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવતા જ બનેવી પર આફત આવી પડી હતી. અને ફોન પર ફોનનો મારો શરુ થયો હતો અનેક સબંધીઓએ તો ખરખરો પણ કરવા ફોન જોડ્યા હતા. સાળાના આવા કરતુતને લઈને બનેવીએ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો હાલ પ્રચાર પ્રસાર માધ્યમોમાં જોરદાર પ્રસારિત થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here