‘એઇમ્સ’માં મળ્યું જામનગરને સ્થાન,સાંસદ માડમની આ પદે વરણી,

0
631

જામનગર : દેશમાં જ્યારે એનડીએનું શાસન આવ્યું છે ત્યારથી દેશની મહત્વની એવી આરોગ્ય, શિક્ષણ સહિતની બાબતે દેશમાં મહત્વપૂર્ણ આયામો સર થયા છે. આ આયામમાં આપણા રાજ્ય માટે મહત્વની કહી શકાય એવી ‘એઇમ્સ’ની ફાળવણી ગણાવી શકાય, એઇમ્સના નિર્માણ બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતની સાથે અન્ય રાજ્યોના દર્દીઓ માટે રાજકોટ નવી આશાનું કિરણ બની રહેશે એમા કોઈ શંકાને સ્થાન જ નથી.


કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી સેવાના નિર્માણ કાર્ય નજીકના જ સમયમાં શરૂ થઈ જશે. ત્યારે એઇમ્સની મહત્વની કમિટીમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમની વરણી કરવામાં આવી છે.આ કમિટીના સભ્યોની શનિવારે જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન ઉપરાંત રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જીટીયુના વાઇસ ચાન્સેલર સહિતનાઓની પણ સભ્ય પદે નિમણૂક કરવામાં આવી હોવાના અહેવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here