જામનગર : મહિલા નગરસેવિકાને પોતાના જ ઘરમાં ‘નજર કેદ’ કરાયા, કેમ?

0
937

જામનગર : કોરોનાની વણસેલી સ્થિતિને લઈને આજે રાજ્ય સરકાર જામનગર આવી હતી. રાજ્યના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે જામનગરના મુલાકાતે આવ્યા હતા ત્યારે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસના પદાધિકારીઓ પર સરકારે પહેરો બેસાડી દેવાતા આશ્ચર્ય સર્જાયુ છે.

જામનગર શહેરમાં દરરોજ કોઈને કોઈ લોક પ્રશ્નને લઈને તંત્રનું નાક આમળતા કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફીને ઘરે આજે આખો દિવસ પોલીસ પહેરો રહ્યો હતો. કારણ જાણીને નવાઈ લાગશે, કારણ એવું છે કે આજે રાજ્યના મુખ્ય મંત્રી જામનગરના પ્રવાશે આવવાના હોવાથી આમ કરવું પડ્યું. મહાનગર પાલિકાના સતાધારી પક્ષ સામે છેલ્લા એક મહિનાથી લોક પ્રશ્ને રીતસરની જુંબેશ ચલાવી છે આ મહિલા કોર્પેરેટર અને ભાજપના જ નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ, આજે જયારે મુખ્ય મંત્રી જયારે જામનગરના પ્રવાશે હતા ત્યારે દિવસ દરમીયાન એક મહિલા કોન્સ્ટેબલને જેનબબેનના ઘરે બેસાડી દીધા હતા. તંત્રને કદાચ આશંકા હશે કે જેનબબેન રસ્તા પર આવી મુખ્ય મંત્રીની હાજરીમાં ફજેતી થાય તો ? આ અંદેશો વાસ્તવિકતા બને તે પૂર્વે પોલીસે પાણી પેલા પાર બાંધી લીધી હતી. આ સમગ્ર હકીકત ખુદ જેનબબેને સોશિયલ મીડિયામાં શેર કરી છે અને લોકશાહી સામે સવાલો કર્યા હતા. જયારે સીએમ જામનગર છોડી ગયા ત્યારબાદ પોલીસનો પહેરો હટાવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here