જામનગર અપડેટ્સ અગ્રેસર : વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડ જ

0
835

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે જામનગર અપડેટ્સ દ્વારા સતાવાર જાહેરાત પૂર્વે જ કરવામાં આવેલ નામની જાહેરાતના સમાચારને અગ્રેસરની મહોર લાગી ગઈ છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મહાનગરપાલિકામાં કરવામાં આવેલ જાહેરાતમાં જામનગર અપડેટ્સ દ્વારા જે નામ સૂચવવામાં આવ્યું હતું તે જ નામની જાહેરાત થઇ છે. સમાચારમાં હમેશા અગ્રસર રહેતું જામનગર અપડેટ્સ વધુ એક વખત સમાચારમાં અગ્રેસર રહ્યું છે.

જામનગર મહાનગર પાલિકાની ચાલુ ટર્મની ચૂંટણી થયાના એક વર્ષ બાદ છેલ્લા નવ માસથી ખાલી પડેલ વિરોધ પક્ષના નેતાની પસંદગીને લઈને અનેક વખત ચર્ચાઓ થઇ  હતી. કોંગ્રેસ દ્વારા અમદાવાદ અને  જામનગર મહાનગરના વિપક્ષી નેતાની  પસંદગી પ્રક્રિયામાં જ્ઞાતિ અને વોટ બેંકના સમીકરણને સાથે રાખી સમીક્ષા કરતી હતી પરંતુ જે નામ સામે આવતું હતું જેમાં ચોતરફો વિરોધ થવાનો અંદર ખાને ભય સતાવતો હતો. હવે જયારે વિધાનસભાની ચૂંટણીને માત્ર અગ્યાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે જામનગરની બે બેઠકો કબજે કરવા માટે અંતે જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા તરીકે સીનીયર કોર્પોરેટર આનંદ રાઠોડને સોંપવામાં આવી છે. જયારે ઉપનેતા તરીકે બસપાના ફુરકાન શેખની પસદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતા વર્ષ માટે વિપક્ષી નેતા તરીકે ધવલ નંદાની પસંદગી કરવામાં આવી છે.આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ નેતાના નામની જાહેરાત કરી છે. જેમાં જામનગર અપડેટ્સ દ્વારા જાહેરાત પૂર્વે જ કરવામાં આવેલ લેટરમાં જે નામ સૂચવવામાં આવ્યા હતા તે જ નામ  પર મહોર લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here