હીરાબાને ફોન કરું ત્યારે અવશ્ય પૂછે કે આ કામ કર્યું કે નહી ? કહ્યું વડાપ્રધાને ફીટનેશનું રહસ્ય

0
529

નવી દિલ્લી : હાલ મેદસ્વીતાભર્યા લોકોની સંખ્યા વધતી જ જાય છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટની શરુઆત કરી હતી. આ ચળવળને એક વર્ષ પૂર્ણ થતા તેઓએ દેશની જુદા જુદા ક્ષેત્રની સેલીબ્રીટીઓ સાથે વાર્તાલાપ કરી પોતાના અનુભવ સેર કર્યા હતા.

કેન્દ્ર સરકારના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને હાલ એક વર્ષ પૂરું થયું છે. એક વર્ષ પૂરું થતાં વડા પ્રધાન મોદીએ દેશનું નામ રોશન કરનાર સેલીબ્રીટીઓ સાથે મળી ઓનલાઈન કોન્ફરન્સ કરી હતી. વડાપ્રધાને ક્રિકેટર વિરાટ કોહલી, ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર, પેરાલિંમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયા, અભિનેતા મિલિંદ સોમન, સહિત સાત સેલિબ્રિટી સામેલ થયા. જેમાં રુજુતા દિવેકર સાથે ચર્ચા  કરતાં મોદીએ પોતાની ફિટનેસનું રહસ્ય બતાવતા કહ્યું હતું કે, જ્યારે પણ તે હીરાબા સાથે વાત કરે છે ત્યારે તેઓ એક વાત અચૂક પૂછે છે કે, હળદર લે છે કે નહીં.? ત્યારે મારી પાસે એક જ જવાબ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here